મોદીના આગમન પહેલા કેમ અમિત શાહ દોડી આવ્યા? જાણો

Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોર ગુજરાતની મુલાકાતે આવશે. ત્યારે મોદીની ગુજરાતમાં એન્ટ્રી થાય તે પહેલા જ ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ એક દિવસ વહેલા ગુજરાત પહોંચી ગયા. ત્યારે ગુજરાતના રાજકારણમાં મોદીના આગમન પહેલા તેમની એન્ટ્રીને લઇને વિવિધ અટકળો શરૂ થઇ ગઇ છે. નોંધનીય છે કે અમિત શાહ યુપીની ચૂંટણીનું છેલ્લુ ચરણ વચ્ચે મૂકીને સીધા અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. અને અમદાવાદ એરપોર્ટથી રાજકોટ પહોંચી સોમનાથમાં સોમનાથ દાદાના દર્શન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ 8 માર્ચે સોમનાથ દાદાના દર્શન કરવાના છે.

amit shah

જે રીતે રાજકારણમાં ચર્ચાઓ થઇ રહી છે તે મુજબ ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે કે હાલ ગુજરાતમાં ભાજપની અંદર જૂથબંધી વધી છે. ત્યારે ડેમેજ કંટ્રોલ માટે અમિત શાહ એક દિવસ વહેલા ગુજરાત આવી ગયા હતા. જેથી પીએમનાં આગમન પહેલાં તેઓ જૂથબંધી ખાળી શકે.

amit shah


જો કે ભાજપના સુત્રોના જણાવ્યા મુજબ 8 માર્ચે જે સોમનાથ ટ્રસ્ટની બેઠક થવાની છે. તેમાં હાજરી આપવા માટે અમિત શાહ ગુજરાત આવ્યા છે. નોંધનીય છે કે અમિત શાહ પણ સોમનાથ ટ્રસ્ટમાં ટ્રસ્ટી છે. વધુમાં એલ. કે. અડવાણી પણ 7 માર્ચે બપોરે 3:30 કલાકે હવાઇ માર્ગે સોમનાથ પહોંચશે. તા. 8માર્ચે સવારે 10 વાગ્યે સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી, અમિત શાહ, એલ. કે. અડવાણી, કેશુભાઈ પટેલ વગેરે હાજર રહેશે.

English summary
Before PM narendra modi reached Gujarat Amit shah arrived. Read here why?
Please Wait while comments are loading...