For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત પરિણામ પર ભગવંત માનનું મોટુ નિવેદન, કહ્યું- રોજ તો કોહલી પણ સદી ન ફટકારી શકે

ભગવંત માને કોંગ્રેસને ભાગેડુ ગણાવી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસ લડવાની જગ્યાએ મેદાન છોડીને ભાગી ગઈ.

By Desk
|
Google Oneindia Gujarati News

આમ આદમી પાર્ટી ગુજરાતમાં બીજેપીને સત્તામાંથી ઉખાડવા માટે મેદાનમાં ઉતરી હતી. જો કે પાર્ટીને ધાર્યુ પરિણામ ન મળતા 13 ટક વોટ શેર અને માત્ર 5 સીટોથી સંતોષ કરવો પડ્યો છે. હવે ગુજરાતના પરિણામોને લઈને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનું મોટુ નિવેદન સામે આવ્યુ છે. ભગવંત માને ગુજરાતના પરિણામોને લઈને કહ્યું કે, કોહલી પણ રોજ સદી ન ફટકારી શકે.

Gujarat

ભગવંત માને ગુજરાતના પરિણામો ચુપ્પી તોડતા કહ્યું કે, કોહલી પણ રોજ સદી ન ફટકારી શકે. અમે કોંગ્રેસની જેમ મેદાન છોડતા નથી, પરંતુ સખત મહેનત કરીએ છીએ. અહીં તમને જણાવી દઈએ કે, મુખ્યમંત્રી ભગવંત માને કાગળમાં લખીને ગુજરાતમાં જીતનો દાવો કર્યો હતો.

ભગવંત માનને તેમના દાવા વિશે પુછાતા તેમણે આ વાત કરી હતી. તેમણે કહ્યું કે, કોહલી પણ રોજ સદી ન ફટકારી શકે. કમ સે કમ કેજરીવાલમાં લેખિતમાં આપવાની હિંમત તો હતી. અમે મહેનત કરીએ છીએ. પ અમે એવું નથી કરતા કે તમને લેખિતમાં આપીએ અને કોંગ્રેસની જેમ મેદાન છોડી દઈએ.

ભગવંત માને આગળ કહ્યું કે, અમે પંજાબમાંથી ગુજરાતમાં પ્રવેશ કર્યો છે. હવે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે. અહીં ભગવંત માને કોંગ્રેસ પર નિશાન સાધીને કહ્યું કે, રાહુલ ગાંધીએ 7 થી 8 હજાર કિમીનો પ્રવાસ કર્યો અને ભારત જોડો યાત્રા કરી. પરંતુ કોંગ્રેસને કોઈ ફાયદો થયો નથી. જ્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને 13 ટકા મત મળ્યા છે. અમે શૂન્યમાંથી 5 પર આવ્યા અને અમારા ધારાસભ્ય બન્યા. અમે હાર્યા નથી.

અહીં ભગવંત માને પીએમ મોદી પર પ્રહાર કરતા કહ્યું કે, ત્રણ ચૂંટણીમાંથી ભાજપે માત્ર એકમાં જ જીત મેળવી છે. હિમાચલ પ્રદેશ અને એમસીડીમાં ભાજપની હાર થઈ છે. પીએમ મોદીના ચહેરા પર ગુજરાતમાં જીત હતી તો હિમાચલ પ્રદેશમાં બીજો કયો ચહેરો હતો? આ દરમિયાન તેમણે બોલતા કહ્યું કે ગુજરાતમાં અમે કોઈ નફરતની વાત કરી નથી. તેના બદલે અમે વીજળી, શાળા, પેપર લીક, રસ્તા વિશે વાત કરી છે.

English summary
Bhagwant Maan's big statement on the result in Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X