ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ
ગુજરાત રાજ્યસભા ચૂંટણી બાદ કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકી કોરોના પૉઝિટીવ આવ્યા છે.
ગુજરાત રાજ્યસભા ચૂંટણી બાદ કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકી કોરોના પૉઝિટીવ આવ્યા છે. અચાનક તેમની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા જ્યાં તેમની તપાસ કરવામાં આવી જેમાં તેમનો રિપોર્ટ કોરોના પૉઝિટીવ આવ્યો છે. કોંગ્રેસ તરફથી જણાવવામાં આવ્યુ છે કે સોલંકીને વડોદરાના માંજલપુર સ્થિત બેંકર હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. તે રાજ્યમાં કોંગ્રેસ અધ્યક્ષ રહી ચૂક્યા છે.

સોલંકીના કોરોના સંક્રમિત મળી આવ્યા બાદ રાજ્યમાં દોડધામ મચી ગઈ છે કારણકે 19 જૂને રાજ્યસભા ચૂંટણીમાં મતદાન માટે તે ગાંધીનગર ગયા હતા. ત્યાં ચૂંટણી સમયે સોલંકીએ ઘણા નેતાઓનો સંપર્ક કર્યો હતો. સોલંકી જે લોકોના સંપર્કમાં હતા તેમના પર પણ હવે કોરોના સંક્રમિત હોવાનો ખતરો મંડરાઈ રહ્યો છે. સોલંકી રાજ્યસભા ચૂંટણીના મતદાનના દિવસે વિધાનસભામાં ઘણા નેતાઓ, કર્મચારીઓ અને પત્રકારોને મળ્યા હતા. તેઓ કોંગ્રેસ તરફથી રાજ્યસભા ચૂંટણીમાં ઉમેદવાર પણ હતા.
જો કે સોલંકી રાજ્યસભા ચૂંટણીમાં હારી ગયા કારણકે કોંગ્રેસ પાસે ધારાસભ્યોનુ પૂરતુ સંખ્યાબળ નહોતુ. કોંગ્રેસનના એક ઉમેદવાર શક્તિસિંહ ગોહેલ જાહેર કરાયા હતા. વળી, ભાજપમાંથી જે લોકોને રાજ્યસભા માટે ચૂંટવામાં આવ્યા તેમના નામ ક્રમશઃ અક્ષય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરી અમીન છે.












Click it and Unblock the Notifications
