For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ આપશે 20 ટકાની આર્થિક અનામત: કોંગ્રેસ આવે છે!

અમદાવાદ ખાતે યોજવામાં આવેલા કોંગ્રેસ આવે છે કાર્યક્રમમાં ભરત સિંહ સોલંકીએ પાટીદારો માટે કરી 20 ટકા આર્થિક અનામતની જાહેરાત. જાણો કોંગ્રેસ આવે છે કાર્યક્રમની મહત્વની વિગતો અહીં.

By Oneindia Staff Writer
|
Google Oneindia Gujarati News

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે સોમવારે કોંગ્રેસ દ્વારા આયોજીત "કોંગ્રેસ આવે છે" સંમેલનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને હવે ભાજપ પછી કોંગ્રેસ પણ કમર કસી લીધી છે. ત્યારે અમદાવાદ ખાતે યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રભારી ગુરૂદાસ કામત, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, વિરોધપક્ષના નેતા શંકર સિંહ વાધેલા સમેત તમામ મોટા કોંગ્રેસી નેતાઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

Bharatsingh solanki

આ સંમેલનમાં આગામી વિધાનસભામાં ચૂંટણી લડવા માટે ઇચ્છુક લોકોને માર્ગદર્શન આપવામાં આવશે. સાથે જ આ કાર્યક્રમ દ્વારા કોંગ્રેસ પોતાની શક્તિ અને એકતાનું પ્રદર્શન કરશે. ત્યારે ગુજરાતની તમામ વિધાનસભા બેઠકો પરથી ટિકિટના 1540થી વધુ દાવેદારો સમેત 3 હજારથી વધારે કાર્યકરો આ કાર્યક્રમમાં ઉમટી પડ્યા હતા. સાથે જ એકજ લક્ષ્ય નવસર્જન ગુજરાત 2017 ના નારા લગાવ્યા પણ લાગ્યા હતા.

કોંગ્રેસ આવે છે

આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે આ એક ઐતિહાસિક મીટીંગ છે. ગુજરાતમાં કૉંગ્રેસ આવે છે ની એકજ વાત લઈને અમે આગળ વધી રહ્યા છીએ. રાજ્યોની ચૂંટણીના પરિણામો બાદ પણ ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકરોના ઉત્સાહમાં ઘટાડો થયો નથી કે નિરાશ થયા નથી. 1500 માંથી 182ને ટિકિટ મળવાની છે. સાથે મળીને ચૂંટણી લાડીશું તો ગાંધીનગરની સરકાર કોંગ્રેસની જ હશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

કોંગ્રેસમાં ભાજપ કરાવશે તોડફોડ

વધુમાં તેમણે કહ્યું કે ભાજપ કોંગ્રેસમાં તોડફોડ કરે તેવી શક્યતા છે પણ અહીંયા ઉપસ્થિત માંથી એક પણ નેતાને ભાજપ નહિ તોડી શકે એનો મને વિશ્વાસ છે, તેવું તેમણે જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે આપણે સૌથી પહેલા જઈને મતદાર યાદી ચકાસવાનું કામ કરવાનું છે. મતદાર યાદીમાં કોઈ રહી ના જાય અને ડિલેટ ના સિક્કા ના લાગી જાય તેનું ધ્યાન રાખવાનું છે. વધુમાં તેમણે જણાવ્યું કે દિલ્હીથી 40 સ્ટાર પ્રચારકો ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવા આવશે. સાથે જ યુવાઓ અને મહિલાઓને ટિકિટમાં પ્રાધાન્ય અપાશે. દરેક જિલ્લામાં એક મહિલાને ટિકિટ મળે તેવી ભરતસિંહે હાઇકમાન્ડને રજુઆત કરી છે.

20 ટકા અનામત

સાથે જ ચૂંટણી ઢંઢેરામાં સ્થાનિક પ્રશ્નોને વાચા આપવામાં આવશે. જો કે પાટીદારોની અનામત મામલે ટિપ્પણી કરતા ભરત સિંહે કહ્યું કે કોંગ્રેસ સરકારમાં આવશે તો 20 ટકાની આર્થિક અનામત આપશે. જે બાજ કોંગ્રેસની બેઠકમાં જય સરદાર જય પટીદારના નારા લાગ્યા હતા. નોંધનીય ભાજપ સરકારે પણ આર્થિક અનામત આપવાનો પ્રયાસ કર્યો હતો પણ કોર્ટે આ માંગ ફગાવી દીધી હતી. ત્યારે કોંગ્રેસ પણ વિધાનસભાની ચૂંટણી માટે પાટીદારો અને આદિવાસીઓને પોતાની તરફ કરવાનો પ્રયાસ કર્યો હતો.

English summary
Congress leader Bharat solanki announced 20 % economical reservation for patidar before assembly election.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X