For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસના કટારાએ કમલમમાં કેસરીયા કર્યા

ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત વિધાનસભાની 160 બેઠકોના ઉમેદવારોની પ્રથમ યાદી આજે જાહેર કરી હતી. જેમા કોંગ્રેસમાથી આવેલા નેતાઓ પર ભરોષો ભાજપની રાષ્ટ્રીય કારોબારી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. તેના ભાગ રૂપે જ ચૂંટણીની જ

|
Google Oneindia Gujarati News

ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત વિધાનસભાની 160 બેઠકોના ઉમેદવારોની પ્રથમ યાદી આજે જાહેર કરી હતી. જેમા કોંગ્રેસમાથી આવેલા નેતાઓ પર ભરોષો ભાજપની રાષ્ટ્રીય કારોબારી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. તેના ભાગ રૂપે જ ચૂંટણીની જાહેરાત થયા બાદ પણ કોગ્રેસના મોટા માથા ભાજપમાં જોડાઇ રહ્યા છે. આ શ્રેણીમાં વધુ એક નામ આજે જોડવા જઇ રહ્યુ છે. કગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારાએ કમલમ કાર્યાલય ગાઁધીનગર ખાતે કેસરીયો ધારણ કર્યો હતો.

ELECTION

આ પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા ભગા બારડ અને મોહનસિહ રાઠવા પણ ગુજરાતની વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ જોડાયા હતા. કોગ્રેસ દ્વારા વિધાનસભા ચૂટણી પહેલા ભાજપમાં પોતાના ધારાસભ્યો ના જોડાય તે માટે તેમને અથવા તેમના પરિવારને ટિકિટ આપવા માટે રાષ્ટ્રીય મવડી મંડળને જણાવા કહ્યુ હતુ.

ભાજપમાં જોડાતી વખતે ભાવેશ કટારાએ જણાવ્યું હતુ કે, મારા પિતાએ પણ ભાજપ સાથે કામ કરેલ છે. મારા વિચારો ભાજપ સાથે રહ્યા છે. પાર્ટી જે પણ જવાબદારી મને શોપશે તે નિષ્ઠાપૂર્વક નિભાવીશ. ભાજપમાં જોડાતી વખતે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમિત શાહ અને પ્રદેશના તમામ નેતાઓનનો આભાર માન્યો હતો.

English summary
Bhavesh Katara of Congress joined BJP today at Koba Kamalam
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X