4 વર્ષની બાળકી સાથે થયું દુષ્કર્મ, નેતાઓ દોડી આવ્યા

Posted By:
Subscribe to Oneindia News

ગઢડા તાલુકાના રસનાળ ગામે શ્રમજીવી પરિવાર પર ત્યારે આભ તૂટી પડ્યું જ્યારે તેમની ચાર વર્ષની માસૂમ બાળકીની ગુમ થયા બાદ સંદિગ્ધ હાલતમાં લાશ મળી આવી. શ્રમજીવી પરિવાર મજૂરી કામ કરીને પોતાનું ગુજરાત ચલાવે છે અને મંગળવારે સાંજે તે જ્યારે પોતાના ઘરની પાસે રમતી હતી ત્યારે કોઇ તેનું અપહરણ કરીને લઇ ગયું હતું. ગ્રામજનો દ્વારા ભારે શોધખોળ બાદ સવારે ગામથી દૂર આવેલા જંગલમાં છોકરી લાશ કાંટાળી બાવળ પાસેથી મળી આવ્યો. વધુમાં બાળકીના ગુપ્ત ભાગમાં ગંભીર ઇજા થઇ હોવાના કારણે પોલીસ અને ગ્રામજનોને કોઇએ બાળકી સાથે દુષ્કર્મ કરી તેને મારી નાંખી હોય તેમ જાળવા મળતા સમગ્ર પંથકમાં રોષ ફેલાયો હતો.

rape

વધુમાં બાળકીની હત્યા પછી ચૂંટણી આવી રહી હોવાના કારણે એક પછી નેતાઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. જેમાં દલિત નેતા જિજ્ઞેશ મેવાણી, રાજુભાઇ સોલંકી અને કોંગ્રેસના ઉમેદવાર નિતાબેન રાઠોડ પણ આવી પહોંચતા વાતાવરણ ગરમાયું હતું. વધુમાં પરિવારજનોએ જ્યાં સુધી આરોપી જડપાય નહીં ત્યાં સુધી બાળકીની લાશ ન ઉપાડવાનું કહેતા પોલીસ તાજવીજ શરૂ કરી છે. ત્યારે નાના માસૂમ બાળકો સાથે બનતી આવી ઘટનાઓ ખરેખરમાં સમાજ માટે એક મોટા કલંક સમાન છે.

English summary
Bhavnagar : 4 year girl rape and murdered. Read here more on this news.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.