રાહુલ ગાંધીએ ગુજરાતને પર્યટન સેન્ટર માની લીધું છે : અમિત શાહ

Written By:
Subscribe to Oneindia News

ભાવનગર પશ્ચિમમાં જીતુ વાઘાણીએ નામાંકન ભરતા પહેલા જનસભા યોજી હતી. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ હાજરી આપી હતી. આ પ્રસંગે સંબોધન કરતા અમિત શાહે કહ્યું હતું કે હું અહીં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નહીં પણ જીતુ વાઘાણીને મિત્ર તરીકે તેમને જીતાડવા માટે આવ્યું છું. વધુમાં અમિત શાહે ભાવનગરની જનતા સમક્ષ આ સમયે કોંગ્રેસને પણ આડે હાથ હાથે લીધી હતી. અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી પાસે કોઇ મુદ્દો જ નથી. મેં તેમના આટલા ભાષણો સાંભળ્યો તેમનો શું મુદ્દો છે તે જ નથી સમજાતું. કોંગ્રેસ પાસે નરેન્દ્ર ભાઇના વિરોધ સિવાય કોઇ મુદ્દો નથી. પણ ભાજપ પાસે ગુજરાતના વિકાસનો મુદ્દો છે. અને તે મુદ્દા સાથે જ ભાજપ આગળ વધી રહી છે.

Gujarat BJP

કર્ફ્યૂ અને જાતિવાદ

સાથે જ તેમણે કહ્યું કે હવે લોકોને તે નક્કી કરવાનું રહે છે કે 1995 પહેલા કોંગ્રેસે જે જાતિવાદની રમત રહી હતી તે પર જવું છે કે મોદીની વિકાસ, તેમણે નક્કી કરવું પડશે કે તેમને જાતિવાદનું સમર્થન કરવું છે કે મોદીના વિકાસવાદને સમર્થન આપવું છે. અમિત શાહે કહ્યું કે 18 વર્ષના નવા મતદારને પૂછો કે કર્ફ્યૂ એટલે શું? તેમને ખબર જ નથી. કોંગ્રેસના એ કર્ફ્યૂના દિવસો હવે પાછા નહીં લાવવા દઇએ.

રાહુલ ગાંધી પર કટાક્ષ

આ જનસભામાં અમિત શાહે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ ટીખળ કરવાનું ચૂક્યા નહતા. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ ગુજરાતને પર્યટન સેન્ટર માની લીધું છે. તે દર ત્રણ દિવસ અહીં આવી જાય છે. તેમણે કહ્યું કે ભલે રાહુલ અહીં આવે પણ રાહુલ ગાંધીએ 10 વર્ષનો હિસાબ પણ આપે. કે તેમની સોનિયા મનમોહનની સરકારે ગુજરાત માટે જ્યારે કેન્દ્રમાં તેમની સરકાર હતી ત્યારે શું કર્યું. પીએમ મોદીએ તો આવતાની સાથે જ નર્મદા મુદ્દે ગુજરાતને રાહત આપી હતી. સર્જીકલ સ્ટ્રાઇલ કરી વિદેશમાં ભારતનું નામ રોશન કર્યું હતું પણ રાહુલ ગાંધી અને તેમની કોંગ્રેસની સરકારે શું કર્યું તેનો હિસાબ અમિત શાહે માંગ્યો હતો. સાથે જ આ પ્રસંગે તેમણે 150 સીટો પર ભાજપની આવનારી ચૂંટણીમાં જીત થાય તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.

English summary
Bhavnagar : Amit Shah asked congress, what they do for Gujarat? Read his whole speech here

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.