ભાવનગરમાં 21 વર્ષીય યુવાનની હત્યા, ઘોડો રાખવો બન્યું કારણ

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાતમાં દલિતો પર હત્યાચાર વધી રહ્યા છે. લોકો નજીવા અને અજીબો ગરીબ કારણો સહ દલિત યુવકોની હત્યા કરી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. ભાવનગરમાં આવી જ એક ઘટના બની છે. ભાવનગરમાં 21 વર્ષીય યુવક પ્રદીપ રાઠોડની હત્યા કરવામાં આવી છે. માનવામાં આવે છે કે તેની હત્યા પાછળનું તે યુવક પાસે ઘોડો હોવાનું બહાર આવ્યું છે. ઉલ્લેખનીય છે કે 21 વર્ષીય દલિત યુવક પ્રદીપ રાઠોડના પિતાએ તેને ગત મહિને ઘોડો ખરીદીને આપ્યો હતો. આ યુવક ગામમાં ખુશીથી ઘોડો ચલાવી પોતાનો શોખ પૂરો કરતો હતો. પણ કેટલાક લોકોને તેના ઘોડો ચલાવવા પર વાંધો હતો. અને આ જ કારણે ગામના કેટલાક લોકોએ તેમને ધમકી પણ આપી હતી કે જો તેને ઘોડો ચલાવ્યો તો તે તેને મારી નાંખશે.

dalit

જો કે ગુરુવારે આ યુવકની હત્યા કરવામાં આવી છે. અને હત્યા પછી ઘોડો ચલાવવાની વાત હત્યાનું કારણ બની હોય તેમ મનાય છે. જો કે આ મામલે વિવાદ વધતા પોલીસે હાલ 3 લોકોની આ કેસમાં ધરપકડ કરી છે. અને આ અંગે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ગુજરાતમાં ઉનાકાંડ જેવી ઘટનાઓ બની ચૂકી છે. ત્યારે દલિતોની સ્થિતિ ગુજરાતમાં ખરેખરમાં ચિંતાજનક બની હોય તેમ લાગી રહ્યું છે.

English summary
Bhavnagar (Gujarat): 21-yr-old Dalit man, named Pradeep Rathod, killed, allegedly because he rode a horse.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.