વિદેશ મંત્રાલયના સહયોગથી ભાવનગરમાં પાસપોર્ટ ઓફિસનો પ્રારંભ

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

ભાવનગરમાં પાસપોર્ટ કચેરી કાર્યરત થતા હવે ભાવનગરના નાગરિકોને અમદાવાદ તથા રાજકોટના ધક્કા નહીં ખાવા પડે. આજથી ભાવનગર પોસ્ટઓફિસ ખાતે પાસપોર્ટ કચેરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કચેરીના ઉદ્ધાટન પ્રસંગે સાંસદ ભારતીબેન શિયાળ તેમજ અમદાવાદ પાસપોર્ટ કચેરીના અધિકારી નીલમ રોય તેમજ શહેરના મેયર સહિતના વરિષ્ઠ અધિકારીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Bhavnagar Passport Office

સાંસદ ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે ભાવનગરના નાગરિકોએ અગાઉની કાર્યરત પાસપોર્ટ કચેરી બંધ થતા રજૂઆત કરી હતી જેથી સાંસદ ભારતીબેન શિયાળે ભાવનગરના લોકોની સમસ્યાને ધ્યાનમાં લેતા વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને પણ રજૂઆત કરવામાં આવી હતી. આ તકે ઉપસ્થિત અમદાવાદ પાસપોર્ટ ઓફિસના અધિકારી નીલમ રોયે જણાવ્યું હતું કે પાસપોર્ટના ફોર્મ ભરવાની કામગીરી ઓનલાઇન થશે. જોકે અન્ય કામગીરી કચેરીમાં થશે અને નાગરિકોને પંદર દિવસમાં પાસપોર્ટ મળી જશે. પાસપોર્ટ કચેરીના આરંભે હાશકારો અનુભવતા નાગરિકોએ કચેરી ખાતે આજથી જ કતારો લગાવી હતી.

વિદેશ મંત્રાલય તથા ભારતીય ડાક વિભાગના સહ્યોગથી હેડ પોસ્ટ ઓફીસ ભાવનગર ખાતે પોસ્ટ ઓફીસ પાસપોર્ટ સેવા કેન્દ્રનો સાંસદ ડો. ભારતીબેન શિયાળના હસ્તે શુભારંભ કરાયો હતો.

Bhavnagar Passport Office

આ કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય કરી અને સાંસદ ડો. ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે છેલ્લાં ત્રણ વર્ષથી કેન્દ્ર સરકારમાં રજુઆત કરાતી હતી અને આજે તેના ફળ સ્વરૂપે ભાવનગરને પોસ્ટ ઓફીસ પાસપોર્ટ સેવા કેન્દ્ર મળવાથી લોકોને પાસપોર્ટ મેળવવાની સુવિધા ભાવનગર ખાતેથી જ મળશે.

રીજીઓનલ પાસપોર્ટ ઓફીસર શ્રીમતી નિલમ રાનીએ જણાવ્યું હતું કે પાસપોર્ટ દરેક માણસ પાસે હોવો જરૂરી છે તેમણે દ્રઢ રાજકીય ઈચ્છા શક્તિથી જ વહિવટ ઝડપી બનવાની વાત ને દોહરાવી હતી.

English summary
Bhavnagar Passport Office open

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.