ભાવનગર શહેરમાં SBI બેંકના ATM તૂટ્યા

Subscribe to Oneindia News

ભાવનગર શહેરમાં મીલ્ટ્રી સોસાયટીના નાકા પાસે આવેલ એસ.બી.આઇ. બેંકના એ.ટી.એમ.ને તસ્કરોએ નિશાન બનાવ્યો હતો. એ.ટી.એમમાં સીક્યુરીટીગાર્ડ ન હોવાથી મોડી રાત્રે મીલ્ટ્રી સોસાયટી પાસેના એ.ટી.એમમાં તસ્કરો તાટક્યા હતા. રાજકોટની જેમ જ અહીં પણ તસ્કરોએ ગેસ કટરથી એટીએમ કાપી, તેમાંથી રૂપિયાની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા.

bhavnagar sbi

જે બાદ પોલીસને જાણ કરવામા આવતા પોલીસ દ્વારા એસ.બી.આઈ. બેન્ક ના સ્ટાફને જાણ કરાઇ હતી. અને એસ.બી. આઈ. બેંકનો સ્ટાફ બનાવ સ્થળે પહોચી એ.ટી.એમ. માંથી 2 લાખથી વધુની ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું. જે બાદ પોલીસે આ અંગે વિધિવત ફરિયાદ નોંધી તપાસ હાથ શરૂ કરી હતી.

bhavnagar atm

વધુમાં પોલીસે CCTV ફૂટેજ પણ ચકાસ્યા હતા. અને આગળ તપાસ શરૂ કરી હતી. નોંધનીય છે કે રાજકોટ શહેરમાં પણ થોડા દિવસ અગાઉ ગેસ કટર કાપી ATM માંથી રૂ 18.30 લાખ લઇ ચોરો ફરાર થઇ ગયા હતા. આ ગેંગ દ્વારા તેવા જ એટીએમને ટાર્ગેટ બનાવવામાં આવે છે જ્યાં સિક્યોરીટી ગાર્ડ ના હોય. ત્યારે રાજ્યના અલગ - અલગ શહેરમાં એક જ રીતે ઘટના બનવા પાછળ મોટી ગેંગનો હાથ હોઈ શકે તેવું પોલીસનું માનવું છે. ત્યારે હાલ તો પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.

English summary
Bhavnagar SBI ATM looted by Thieves.This second incident after Rajkot ATM looted in same manner.Read her in details.
Please Wait while comments are loading...