For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના 17 માં મુખ્યમંત્રી બન્યા ભુપેન્દ્ર પટેલ, આ 3 પડકારો ભવિષ્ય નક્કી કરશે.

વિજય રૂપાણીના મુખ્યમંત્રી પદેથી રાજીનામાં બાદ હવે ગુજરાતને તેના નવા મુખ્યમંત્રી મળી ગયા છે. મુખ્યમંત્રી પદે અમદાવાદના ઘાટલોડિયાના ધારાસભ્ય અને આનંદીબેન જુથના નેતા ભુપેન્દ્ર પટેલે શપથ લીધા છે.

|
Google Oneindia Gujarati News

વિજય રૂપાણીના મુખ્યમંત્રી પદેથી રાજીનામાં બાદ હવે ગુજરાતને તેના નવા મુખ્યમંત્રી મળી ગયા છે. મુખ્યમંત્રી પદે અમદાવાદના ઘાટલોડિયાના ધારાસભ્ય અને આનંદીબેન જુથના નેતા ભુપેન્દ્ર પટેલે શપથ લીધા છે. ભુપેન્દ્ર પટેલને ખુરશી તો મળી ગઈ છે પરંતુ તેમના માટે આ પદ પર રહેવું સહેલુ નથી. આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી છે ત્યારે ભુપેન્દ્ર પટેલે આ પટકારોને નીપટવુ પડશે. આ સ્થિતી જ તેમનું ભવિષ્ય નક્કી કરશે.

સરકાર સામે એન્ટી ઇન્કમ્બન્સી

સરકાર સામે એન્ટી ઇન્કમ્બન્સી

25 વર્ષથી વધારે સમયથી રાજ્યમાં શાસન કરતી ભાજપ સરકાર સામે રાજ્યમાં મોટા પટકારો છે. રાજ્યમાં ભાજપને હવે સત્તામાં રહેવા પણ સંઘર્ષ કરવો પડે તેવી સ્થિતી છે. ગુજરાતમાં ગઈ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સરકાર બનાવવા માટે સહેજ ચુકી ગઈ હતી ત્યારે હવે ભાજપ હાઈકમાન્ડે પાણી પહેલા પાળ બાંધવાના ભાગરૂપે વિજય રૂપાણીને ઉતારીને ભુપેન્દ્ર પટેલને બેસાડ્યા છે. હવે જોવાનું એ રહે છે કે આ એન્ટી ઇન્કમ્બન્સી સામે નવા મુખ્યમંત્રી કેવી રીતે નીપટે છે.

કોરોનાની નિષ્ફળતા

કોરોનાની નિષ્ફળતા

રાજ્યમાં કોરોનાની બીજી લહેર દરમિયાન ભાજપની સરકારની થુથુ થઈ ગઈ હતી. આ તમામ ઘટનાઓ વચ્ચે સમાચાર પણ આવ્યા હતા કે આગામી ચૂંટણીમાં ઈન્ટર્નલ સર્વે અનુસાર ભાજપ હારી શકે તેમ છે ત્યારે હવે ભુપેન્દ્ર પટેલ માટે મોટો પડકાર એ છે કે આ તમામ બાબતોને તે લોકોને ભુલાવી ચૂંટણી જીતાડી શકે છે કે કેમ? કોરોનાની બીજી લહેર બાદ ભાજપની સરકાર વિરૂદ્ધ લોકોમાં ભારે ગુસ્સો છે અને તેને ભાજપ સારી રીતે જાણે છે. એટલે જ વિજય રૂપાણીએ ખુરશી ગુમાવવી પડી છે.

આમ આદમી પાર્ટીનો ઉદભવ

આમ આદમી પાર્ટીનો ઉદભવ

દિલ્હી બાદ હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનુ સંગઠન મજબુત બની રહ્યું છે. ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી ભાજપ માટે મોટો પડકાર બની શકે છે. આમ આદમી પાર્ટીની ઉપસ્થિતીમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ કેવું પ્રદર્શન કરે છે તેની તમામ જવાબદારીઓ ભુપેન્દ્ર પટેલને માથે આવવાની છે તે ચોક્કસ છે. જોવાનું એ પણ રહેશે કે ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ભાજપ 2022 ની વિધાનસભા ચૂંટણી જીતી શકે છે કે કેમ?

English summary
Bhupendra Patel became the 17th Chief Minister of Gujarat, these 3 challenges will determine the future
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X