મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યની જનતાને હોળી-ધુળેટીની શુભકામના પાઠવી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સૌ નાગરિકોને હોળી-ધૂળેટીના પર્વની શુભકામનાઓ પાઠવી છે.
સમગ્ર ગુજરાત આજે ધુળેટીના પર્વની ઉજવણી કરી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સૌ નાગરિકોને હોળી-ધૂળેટીના પર્વની શુભકામનાઓ પાઠવી છે. મુખ્યમંત્રીએ રંગોનું આ પર્વ પરસ્પર પ્રેમ-બંધુત્વ અને સામાજિક સમરસતાને ઉજાગર કરતું પર્વ બની રહે તેવી શુભેચ્છાઓ વ્યકત કરી છે. ભૂપેન્દ્ર પટેલે રંગોનો આ ઉત્સવ જન-જનના જીવનમાં ઉલ્લાસ અને ઉમંગના રંગ ભરનારો બને તેવી શુભકામનાઓ પણ સૌ નાગરિકોને પાઠવી છે.

લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો પાતના પરીવાર અને મિત્રો સાથે રંગોનો તહેવાર ઉજવી રહ્યા છે. ભારત તહેવારો અને ઉજવણીમાં માને છે. તે સંસ્કૃતિનો અભિગ અંગ છે. ત્યારે ગુજરાતની જનતાનુ પ્રતિનિધિત્વ કરતા નેતાઓએ પણ ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોએ રંગોના તહેવાર હોળીની ઉજવણી કરી હતી. જેમા કેસુડાના ફુલોનો ખાસ ઉપયોગ કરવામાં આવ્યો હતો. રંગોથી પણ નેતાઓ હોળી રમ્યા હતા.












Click it and Unblock the Notifications
