અંબાજીમાં ફૂટી 61 ફૂટની અગરબત્તી, થયો ધડાકો

Posted By:
Subscribe to Oneindia News

ભાદરવી પૂનમ વખતે માં અંબેના ભક્તોએ માતાજીના ચરણામાં 61 ફૂટ લાંબી અગરબત્તી મૂકી હતી. આ અગરબત્તીએ સૌથી લાંબી અગરબત્તી બનાવાનો વિશ્વ રેકોર્ડ પણ સ્થાપ્યો છે. ત્યારે નવરાત્રીમાં પર્વ દરમિયાન શનિવારે આ અગરબત્તીને પ્રગટાવામાં આવી હતી.

જો કે અચાનક જ આ અગરબત્તીમાં ધડાકો થતા આગના ગોટા અને ધુમાડાના ગોટે ગોટા થતા જો કે જે બાદ પાણી છાંટી આગને બુજાવામાં આવી હતી. અને લોકોની પણ નાસભાગ થઇ હતી. જો કે આ ભાગદોડમાં કોઇ જાનહાનિ નહતી થઇ.

ambaji

નોંધનીય છે કે આ અગરબત્તી બનાવનારાનું કહેવું હતું કે આ અગરબત્તી 10 થી 12 દિવસ ચાલશે પણ ધડાકા બાદ મોટા પ્રમાણમાં આ અગરબત્તી બળીને ખાખ થઇ ગઇ હતી. આ અગરબત્તીનું ઉદ્ધાટન શનિવારે ગૃહમંત્રી રજની પટેલના હસ્તે કરવામાં આવ્યું.

English summary
Big Agarbatti Fire In Ambaji

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.