For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડ્રેગન ફ્રૂટનું વાવેતર કરતા ખેડૂતો માટે સરકારનો મોટો નિર્ણય, સરકાર પ્રતિ હેક્ટર અધધ આટલી સહાય આપશે!

રાજ્યના ડ્રેગન ફ્રુટનું વાવેતર કરતા ખેડુતો માટે એક સારા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે આવા ખેડૂતોને સહાય આપવાનો નિર્ણય કર્યો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

રાજ્યના ડ્રેગન ફ્રુટનું વાવેતર કરતા ખેડુતો માટે એક સારા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે આવા ખેડૂતોને સહાય આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે ડ્રેગનફ્રૂટનું વાવેતર કરતા ખેડૂતોને કુલ 10 કરોડ તેમજ કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ અંતર્ગત ખેડૂતોને ૬.૫૦ કરોડની આર્થિક સહાય કરાશે.

ડ્રેગન ફ્રૂટનું વાવેતર ખેડૂતો માટે સરકારનો નિર્ણય

ડ્રેગન ફ્રૂટનું વાવેતર ખેડૂતો માટે સરકારનો નિર્ણય

રાજ્ય સરકારના આ નિર્ણય અનુસાર, ડ્રેગન ફ્રૂટનું વાવેતર કરતા સામાન્ય જાતિના ખેડૂતોને એક હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ મહતમ ૩ લાખ સહાય કરશે, આ સિવાય અનુસૂચિત જન જાતિ અને અનુસૂચિત જાતિના ખેડૂતોને એક હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ મહત્તમ ૪.૫૦લ લાખની સહાય આપવામાં આવશે.

16.50 કરોડ ફાળવ્યા

16.50 કરોડ ફાળવ્યા

કૃષિ મંત્રીએ વિગતો આપતા કહ્યું કે સામાન્ય જાતિના ખેડૂતોને હેક્ટર દીઠ મહત્તમ ૩ લાખ તથા અનુ.જાતિ અને અનુ.જનજાતિના ખેડૂતોને હેકટરદીઠ મહત્તમ ૪.૫૦ લાખ સહાય માટે કુલ ૧૦ કરોડ સહાયની જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ અંતર્ગત ખેડૂતોને બહુવર્ષાયુ ફળઝાડ વાવેતરમાં સહાય, પિયતના સાધનોમાં સહાય, બાગાયતી યાંત્રીકરણ માટે, બાગાયતી માળખાકીય સુવિધા ઉભા કરવા, વર્મી કંમ્પોસ્ટ યુનિટ, પ્લાસ્ટિક આવરણ જેવા વિવિધ ઘટકોમા આર્થિક સહાય માટે વ્યક્તિગત ખેડૂત, FPO, FPC, રજીસ્ટર્ડ ટ્રસ્ટને મહત્તમ કુલ ૫૦ લાખની સહાય માટે કુલ ૬.૫૦ કરોડનો કાર્યક્રમ શરૂ કરવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કરાયો છે. આ પ્રોત્સાહન સહાય માટે રાજ્ય સરકાર દ્વારા બંને કાર્યક્રમો માટે કુલ ૧૬.૫૦ કરોડની રકમ ફાળવવામાં આવી છે.

ખેડૂતોને નાણાકિય મદદ મળશે

ખેડૂતોને નાણાકિય મદદ મળશે

કૃષિમંત્રીએ વધુમાં કહ્યું કે, ડ્રેગનફ્રૂટમાં મહત્વના વિટામિન્સ અને મીનરલ્સ સારી માત્રામાં રહેલા હોવાથી વાવેતર માટે સહાયના કાર્યક્રમથી આ પાક હેઠળનો વિસ્તાર ઝડપથી વધારી શકાય તેમ છે, તેમજ પરદેશમાંથી આયાત પરની નિર્ભરતા ઘટાડી શકાય તેમ છે. ગુજરાતના તાત-ખેડૂતને શરૂઆતના ઉંચા રોકાણ સામે જરૂરી નાણાકીય સહાય મળે તો ગુજરાતનો ખેડૂત અન્ય દેશોમાં નિકાસ દ્વારા વિદેશી હુંડીયામણ કમાવવાની વિપુલ તકો મળશે. કમલમ ફળના વાવેતર કરતા ખેડૂતોને પ્રોત્સાહન તરીકે આપવામાં આવનાર સહાય સીધીજ ખેડૂતના ખાતામાં DBTથી ચૂકવવામાં આવશે.

English summary
Big government decision for farmers cultivating dragon fruit
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X