For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'નમો મંત્ર'થી મુગ્ધ બન્યા કોંગ્રેસી નેતા, નવા સમીકરણના ભણકારા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 16 ઓગષ્ટ: લોકસભાની ચુંટણીનો સળવળાટ શરૂ થતાં રાજકારણમાં ફેરબદલ શરૂ થતાં જોવા મળી રહ્યાં છે. લોકસભા ચુંટણીને લઇને દેશમાં રાજકારણ વાતાવરણ ગરમ થઇ ગયું છે. આ રાજકીય આગને વધુ હવા આપી છે આરજેડી સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવના સાળા અને કોંગ્રેસના નેતા સાધુ યાદવે.

કોંગ્રેસના નેતા સાધુ યાદવે ગુજરાતમાં ભાજપા ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. 45 મિનિટ સુધી ચાલેલી આ મુલાકાતને ભલે સાધુ યાદવ શિષ્ટાચાર મુલાકાતનું નામ આપી રહ્યાં હોય, પરંતુ સચ્ચાઇ એ છે કે કોંગ્રેસ નેતાની નરેન્દ્ર મોદી સાથે મુલાકાતે નવા રાજકીય ફેરબદલની હવા આપી છે.

સાધુ યાદવ રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલૂ પ્રસાદના સાળા છે, ત્યારે તેમની નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગુજરાત જઇને નરેન્દ્ર મોદીને મળનારાઓમાં બિહારના ચર્ચિત નેતા સાધુ યાદવ ઉપરાંત કોંગ્રેસના એક અન્ય નેતા દસઇ ચૌધરીનો સમાવેશ થાય છે. ગાંધીનગરમાં સાધુ યાદવ અને દસઇ ચૌધરીએ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

sadhu-yadav

શિષ્ટાચાર મુલાકાતના નામે બંને નેતાઓ વચ્ચે લગભગ 45 મિનિટ સુધી વાતચીત ચાલી હતી. બંનેની વચ્ચે શું વાતચીત થઇ તેની જાણકારી તો મળી શકી નથી પરંતુ લોકસભાની ચુંટણી પહેલાં તેમની આ મુલાકાતને નવી રાજકીય સાંઠગાંઠની તરફ ઇશારો કરી દિધો છે. આ મુલાકાત એટલા માટે મહત્વપૂર્ણ છે કે બિહારમાં કોંગ્રેસની સ્થિતી પહેલાંથી નબળી છે, એવામાં તેમની પાર્ટીના બે નેતાઓનું નરેન્દ્ર મોદીને મળવું તેમના માટે યોગ્ય નથી. બિહારમાં જેડીયૂ સાથે છેડ્યો ફાડ્યા બાદ નરેન્દ્ર મ્દોઈ અને સાધુ યાદવની મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

English summary
Bihar Congress leader Sadhu Yadav has met Gujarat Chief Minister and BJP campaign committee chief Narendra Modi in Ahmedabad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X