અ'વાદમાં 2008માં બ્લાસ્ટ કરાવનાર તૌઇફ ખાન બિહારથી પકડાયો
અમદાવાદ 2008 બ્લાસ્ટ કેસનો આરોપી તૌઇફ ખાનની બિહારના ગયાથી ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે અમદાવાદમાં 20 જેટલી જગ્યાએ થયેલા આ બ્લાસ્ટમાં 56 લોકોની મોત થઇ હતી. આ અંગે વધુ જાણો અહીં
અમદાવાદમાં વર્ષ 2008માં એક પછી એક શ્રેણીબદ્ધ વિસ્ફોટ કરાવનાર આરોપી તૌઇફ ખાનને પોલીસે બિહારના ગયાથી ઝડપી પાડ્યો છે. સાથે જ આ કેસમાં અન્ય બે લોકોની પણ ધરપકડ પણ કરી છે. જે વિષે એસએસપી ગરિમા મલિકે જાણકારી આપી હતી. પોલીસે જણાવ્યું તે મુજબ શંકાના આધારે સાઇબર કાફેના માલિકે પોલીસને જણકારી આપી હતી જે બાદ આ ધરપકડ કરવામાં આવી છે. જે બાદ ગુજરાત પોલીસ દ્વારા તેને બિહારથી અમદાવાદ લાવવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

નોંધનીય છે કે અમદાવાદમાં 26 જુલાઇ, 2008ના રોજ સિરિયલ બ્લાસ્ટ કરાવવામાં આવ્યા હતા. 20 અલગ અલગ જેટલી જગ્યાઓ પર કરવામાં આવેલા આ બોમ્બ વિસ્ફોટોમાં 56 થી વધુ લોકોની મોત થઇ હતી અને 200થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જે બાદ આ કેસમાં 80 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પણ આ કેસનો આરોપી તૌઇફ ખાન બિહાર ભાગી જતા તપાસ અટકી પડી હતી. ત્યારે હાલ તેના આ ધરપકડથી આ કેસમાં પોલીસને વધુ જાણકારી મળશે તેવી આશા છે.












Click it and Unblock the Notifications
