ફરી દેખાયો બર્ડ ફ્લૂનો વાવડ, આ વખતે મેમનગરમાં

Posted By:
Subscribe to Oneindia News

અમદાવાદમાં થોડા દિવસ પહેલા જ હાથીજણ વિસ્તારમાં આવેલા આશા ફાઉન્ડેશનમાંથી 21થી વધુ મરધાના બર્ડ ફ્લૂના રિપોર્ટ પોઝિટીવ આવતા મોટી સંખ્યામાં મરધાઓનો નાશ કરી યોગ્ય દવાનો છટંકાવ કરવામાં આવ્યો હતો.

hen

ત્યારે તે બાદ અમદાવાદના મેમનગર વિસ્તારના એક એનજીઓમાં રાખવામાં આવેલા મરધાઓમાં પણ આવા જ લક્ષણ દેખાતા આસપાસના લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. જો કે હાલ તો પશુપાલન વિભાગની ટીમ દ્વારા તે મરધાઓના લોહીના સેમ્પલ લેવામાં આવ્યા છે અને રિપોર્ટ માટે મોકલી આપવામાં આવ્યો છે. અને વધુમાં આસપાસના વિસ્તારમાં દવાઓ છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે. પણ તેમ છતાં અહીં રહેલા લોકોમાં આ બિમારીનો ફફડાટ સ્પષ્ટ પણે જોવા મળે છે.

નોંધનીય છે કે વાઇબ્રન્ટ ગુજરાત પહેલા જ્યારે અમદાવાદના આશા ફાઉન્ડેશનના મરઘાઓનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો ત્યારે તે પર સરકાર દ્વારા ત્વરીત પગલાં લેવામાં આવ્યા હતા. ત્યારે વાઇબ્રન્ટ ગુજરાત પછી ફરીથી આ બિમારી દેખા દેતા લોકોની ચિંતા વધી છે.

English summary
Bird Flu report came positive in Ahmedabad Memnagar area. Read here more.
Please Wait while comments are loading...