સહકાર સંમેલનમાં પાટીદારોને સ્થાન, મહિલા-દલિતોની અવગણના

Subscribe to Oneindia News

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં 150 ના ટાર્ગેટને સર કરવા માટે ભાજપ સહકારના શરણે ગયું છે. અમદાવાદના ગુજરાતા યુનિવર્સિટી કન્વેન્સન હોલમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં સહકાર સંમેલન યોજાયું હતું. સહકાર સંમેલનમાં અમિત શાહે કોંગ્રેસને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના શાસનમાં સહકારી ક્ષેત્રની હાલત બત્તર હતી. જેમાં ભાજપ સત્તામાં આવ્યા બાદ વિકાસ થયો છે. રાહુલ બાબાએ કઇ જ કર્યું નથી. વધુમાં અમિત શાહે એમ પણ કહ્યું હતું કે, ગુજરાતનો વિકાસ દેશ-દુનિયાને દેખાય છે, પણ કોંગ્રેસને દેખાતો નથી કારણ કે તેની દ્રષ્ટિ ઇટાલિયન છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના આગેવાનોએ હાજરી આપી હતી.

Bjp

સહકાર સંમેલનમાં પાટીદારોને આકર્ષિત કરવા એક પણ તક ભાજપે છોડી નહોતી. ખરીફ પાક -2016 હેઠળ કપાસ સિવાયના પાકો માટે રૂ. 923 કરોડના પાક વીમાને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. આ અંગે સહકાર સંમેલનમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જણાવ્યું કે, ભાજપ સરકારે હંમેશાં ખેડૂતોના વિકાસને પ્રાધાન્ય આપ્યું છે. તેમણે દાખલો આપતા કહ્યું કે, રવિવારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડાપ્રધાનને ખેડૂતોના પાક વીમા અંગે રજૂઆત કરી હતી. રજૂઆતના માત્ર 24 કલાકમાં જ વડાપ્રધાને રૂ. 923 કરોડના પાક વીમાને મંજૂરી આપી દીધી છે. સહકાર સંમેલનમાં દલિત કે મહિલા આગેવાનને સ્થાન આપવામાં આવ્યું ન હતું. સહકાર ક્ષેત્રમાં મહિલાઓનું યોગદાન મહત્વનું હોય છે. જ્યારે દલિત વર્ગ કચડાયેલો છે. જેથી સહકારી ક્ષેત્રમાં ચેરમેન જેવા ઉચ્ચ હોદ્દા પર પહોચવા દેવામાં આવતા નથી. ત્યારે મહિલા અને દલિતો સાથે અન્યાય નહિ થતો હોવાની વાત કરનાર ભાજપે જ સહકારી સંમેલનમાં મહિલાઓને અને દલિતોને સ્ટેજ પર સ્થાન પણ ના આપ્યું.

English summary
BJP Amit Shah organized Sahakar Sammelan in ahmedabad.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.