
Gujarata Poll: 76 વર્ષના યોગેશ પટેલને BJP એ આપી ટિકિટ તો કેમ જો બાઇડનની ચર્ચા થઇ રહી છે
ગુજરાત વિધાનસભા ચૂટણી 2002 ના મતદાનની તારીખ નજી આવી ગઇ છે. ત્યાર તમામ પાર્ટીઓ ચૂંટણી પ્રચારમાં પોતાનું દમ લગાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના મજબૂત ઉમેદવારોને ટિકિટે આપીને મેદાને ઉતાર્યા છે. ગુજરાતના વડોદારના માંજલપુર વિધાનસભા ક્ષેત્રના 76 વર્ષના યોગેશ પટેલની ટિકિટ આપીને મેદાને ઉતાર્યા છે. આટલી મોટી ઉમરમાં પોતાની જીત નિશ્ચિત કરવા માટે તે વડોદરાની ગલી ગલીએ પ્રચાર કરી રહ્યા છે.
ભાજપ જે ચૂંટણીમાં 75 વર્ષ કરતા વધારે ઉમરના લોકોને ચૂંટણી નહી લડાવાની વાત કરે છે તે જ પાર્ટીએ ગુજરાતમાં 76 વર્ષના યોગેશ પટેલને ટિકિટ આપીને ચૂંટમી પ્રચારમાં ઉતાર્યા છે. વડોદરામાં માંજલપુર વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવારો યોગેશ પટેલ આઠમી વાર વિધાનસભા ચૂંટમી લડી રહ્યા છે. અને તેમનો દાવો છે કે, હોશ અને જોશ લોકો ફરી એક વાર જોઇ રહ્યા છે. તેમની ઉમર કેટલી પણ મોટી કેમ ના હોય
એનડીટીવીને આપેલા ઇન્ટરવ્યુમાં જ્યારે તેમને પુછવામાં આવ્યુ કે, પાર્ટીને તેમની શર્તોમાં પીછેહઠ કરીને 76 વર્ષના ઉમેદવારને કેમ મેદાને ઉતારવા માટે મજબુર થવુ પડ્યુ? તેના જવાબમાં તેમણે કહ્યુ કે, જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન 80 વર્ષની ઉમરમાં અણેરિકાના રાષ્ટ્રપતિ બનીને દેશ સંભાળી શકે તો હું પણ ચૂંટણી લડી શકુ છે.
જો બાઇડન 80 વર્ષની ઉમરમાં અમેરિકા સંભાળી રહ્યા છે.
તમે ખુદને દિલથી યુવા માનો છો તેના જવાબમાં ભાજપ ઉમેદવારે કહ્યુ કે, તેના 20 ના દશકમાં એવા લોકો પણ છે જે ઘરે પોતાનો સમય બરબાદ કરી રહ્યા છએ. મારા માટે ઉમર ફક્ત એક નંબર છે. તમે જો બાઇડન પર વિચાર કરો તે 80 વર્ષી ઉમરમાં સમગ્ર અમેરિકાનું મેનેજમેન્ટ સંભાળી રહ્યા છે. એટલા માટે ઉમર વાસ્તમાં મહત્વની નથી. તેમણે વધારે કહ્યુ કે, જીવન લાબા સમયમાં દરેક ક્ષેત્રમાં સમય પર રહેજ બનાવી રખાતા આટલા લાંબા સમય સુધી ચાલી શક્યા છે.