For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા કરવામાં ભાજપ નિષ્ફળઃ મહિલા કોંગ્રેસ

કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદમાં ભાજપ સરકાર પર મહિલા કોંગ્રેસના પ્રભારીએ આકરા પ્રહારો કર્યા હતા.

By Desk
|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદમાં ભાજપ સરકાર પર મહિલા કોંગ્રેસના પ્રભારીએ આકરા પ્રહારો કર્યા હતા. ભાજપ શાસનમાં વધતા મહિલા અત્યાચાર અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતા મહિલા કોંગ્રેસના પ્રભારી શોભના શાહએ જણાવ્યું હતું કે, ગુજરાત અને દેશમાં મહિલા પરના અત્યાચારની ઘટનાઓમાં મોટો વધારો થયો છે. ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, દિલ્હી સહિતના રાજ્યોમાં મહિલા પરના અત્યાચારો - દુષ્કર્મોની વધતી ઘટનાઓને રોકવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે.

congress

ભાજપ સરકારના શાસનમાં છેલ્લા બે વર્ષમાં દસ હજારથી વધુ મહિલાઓ ઉપર બળાત્કારની ઘટનાઓ થઈ છે. બાળ દુષ્કર્મની ઘટનાઓ, વર્ષ 2019માં 1635, વર્ષ 2020માં 1646 અને વર્ષ 2021માં 1871 અને 2022 એપ્રિલ સુધી 432 ઘટનાઓ બની હતી. અત્યાચારોને રોકવાની જગ્યાએ આવી ઘટનાઓમાં ભાજપના નેતાઓ, ધારાસભ્યો અથવા તેમના સંબંધિઓના નામ હોવાથી નમૂનારૂપ કોઈદાખલો બેસાડવામાં ભાજપ સદંતર નિષ્ફળ નિવડ્યું છે.

કોંગ્રેસ પક્ષના શાસનમાં દિલ્હીમાં બનેલી દુઃખદ બળાત્કારની ઘટનામાં તાત્કાલીક મહિલાલક્ષી કાયદાઓને મજબુત બનાવવામાં આવે તેમજ 'નિર્ભયા ફંડ’ જેવું અલાયદુ મોટુ ફંડ ફાળવવામાં આવ્યું. ભાજપ સરકારના શાસનમાં નિર્ભયા ફંડનું ઉપયોગ થતો હોય તેવુ જણાતું નથી. મહિલા - દિકરીઓ પર થઈ રહેલા એસીડ એટેક, ડોમેસ્ટીક વાયોલન્સ, બળાત્કાર, ગેંગરેપ, અપહરણ, છેડતી, દહેજ માટે સતામણી, સહિતના ગંભીર ગુન્હાઓ વધી રહ્યાં છે. તે દર્શાવે છે કે, ભાજપ સરકારમાં મહિલા - દિકરીઓ સુરક્ષીત નથી. તાજેતરમાં ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસમાં સુરત, રાજકોટ, જુનાગઢ સહિતના વિસ્તારોમાં મહિલાઓ સાથેના અણબનાવો સામે આવ્યાં છે. તે અત્યંત દુઃખદ છે અને ભાજપની સુરક્ષીત ગુજરાતનું વાસ્તવિક વરવુ ચિત્ર રજુ કરી રહ્યું છે.

English summary
BJP failed to protect women in Gujarat: Mahila Congress
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X