મને બદનામ કરવા ભાજપે બોગસ સેક્સ સીડી બનાવી છે : હાર્દિક

Written By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા હાર્દિક પટેલ પર એક નવો વિવાદ થઇ રહ્યો છે. એસપીજીનું સોશ્યલ મીડિયા સંભાળતા અશ્વિન સાંકડાશેરિયાએ હાર્દિક પર તેવો આરોપ લગાવ્યો છે કે તેણે 2015માં જ લગ્ન કરી લીધા હતા અને મસૂરીની હોટલમાં હનીમૂન પણ મનાવ્યું હતું. વધુમાં તેણે કહ્યું કે આ અંગે જો તપાસ કરાવવામાં આવે તો આ તમામ વાતો બહાર આવી શકે છે. આવો એક વીડિયો પણ તેમણે સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જે બાદ હાર્દિક પટેલે દાવો કર્યો છે કે ગુજરાત વિધાનસભામાં પોતાના ફાયદા માટે ભાજપે તેની બોગસ સેક્સ સીડી બનાવી છે. અને આ રીતે તેને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યો છે.

Hardik Patel

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની ખબર મુજબ હાર્દિકે કહ્યું છે કે ચૂંટણીના ઠીક પહેલા આવી સીડી બહાર પાડીને ભાજપ મને બદનામ કરી રહી છે. પણ ભાજપથી બીજી અપેક્ષા પણ શું રાખી શકાય છે. જો કે આ મામલે જ્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીને ટિપ્પણી કરવાનું કહ્યું તો તેમણે આ અંગે કંઇ પણ બોલવાનું ટાળ્યું હતું. સાથે જ હાર્દિકે ગુજરાતમાં ચૂંટણી વખતે ખરાબ વીવીપીએટી મશીનો ઉપયોગ કરવામાં આવી શકે છે તેવી સંભાવના પણ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ચૂંટણી આયોગના પહેલા ટેસ્ટમાં 3550 વીવીપીએટી મશીન ફેલ ગયા છે. ત્યારે હાર્દિકે દાવો કર્યો હતો કે ભાજપ સરકાર આ મામલે આવનારા સમયમાં ગોલમાલ કરી શકે છે.

English summary
BJP has prepared a doctored sex CD to defame me says Hardik Pate
Please Wait while comments are loading...