વાજપેયીના બર્થ ડે પર ગુજરાતને મળશે નવા CM?

Written By:
Subscribe to Oneindia News

ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસે એટલે કે 25મી ડિસેમ્બરના રોજ ગુજરાતના નવા મુખ્યમંત્રી શપથ ગ્રહણ કરશે. બહુમતી મળ્યા પછી ભાજપે તેના શપથવિધિ કાર્યક્રમ માટે 25 ડિસેમ્બરના દિવસને નક્કી કર્યો છે, તેમ મનાઇ રહ્યું છે. ત્યારે 25 ડિસેમ્બરના રોજ જ ગુજરાતને તેનું નવા મુખ્યમંત્રી અને નવું મંત્રીમંડળ મળશે. હાલ તો વિજય રૂપાણી જ ગુજરાતના મુખ્યમંત્રી બનશે અને નાયબ મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલ રહેશે તેવી સંભાવના બનેલી છે. જો કે હજી સુધી કોઇ અધિકૃત જાહેરાત સીએમના નામને લઇને નથી થઇ.

BJP

વધુમાં મંત્રીમંડળમાં કોને જગ્યા મળશે તે મામલે પણ રાજકીય સમીકરણોને જોઇને નિર્ણય લેવામાં આવશે. કારણ કે ભાજપને બહુ પાતળી બહુમતી સાથે જીત મળી છે. અને ઓબીસી અને પટેલ નેતાઓ વચ્ચે યોગ્ય તાલમેળ રાખીને જ તેને તેનું નવું મંત્રીમંડળ નક્કી કરવું પડશે. વળી ગુજરાતના સાત જેટલા કેબિનેટ મંત્રીઓ આ ચૂંટણીમાં હાર્યા છે. ત્યારે તેમની જગ્યાએ નવા મંત્રીઓ કયા આવશે તે જોવું પણ એટલું જ મહત્વનું બની રહેશે.

English summary
Bjp new government swearing ceremony may took place on 25 th December.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.