ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ગાંધીનગરમાં મળી

bjp
ગાંધીનગર, 30 જાન્યુઆરી : આજે ગાંધીનગર ખાતે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની મહત્વની બેઠક મળી છે. આ બેઠકમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી છે. આ અંગે વધારે વિગતો આપતા ભાજપાના પ્રદેશ પ્રવકતા આઇ કે જાડેજાએ જણાવ્યું કે 17 ફેબ્રુઆરી, 2013ના રોજ ગુજરાતમાં યોજાનારી તાલુકા પંચાયત તેમજ જીલ્લા પંચાયતની ચૂંટણીના ઉમેદવારોની ચર્ચા વિચારણા કરવા માટે બેઠક મળી છે.

ભાજપાના પ્રદેશ અધ્યક્ષ આર સી ફળદુના વડપણ હેઠળ ભાજપાની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ગાંધીનગર ખાતે બુધવારે મળી છે. આ બેઠકમાં ગુજરાત રાજયના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ભાજપાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરશોત્તમ રૂપાલા સહિત પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો ઉપસ્થિત રહેશે.

આ બેઠકમાં નિરીક્ષકો દ્વારા આવેલ અહેવાલ તેમજ જીલ્લાના આગેવાનોની સાથે ચર્ચા-વિચારણા કરી ઉમેદવારોની યાદીને આખરી ઓપ આપવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X