For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ પ્રદેશ કાર્યાલય ગાંધીનગર ખાતે સી.આર પાટીલે ધ્વજવંદન કર્યુ હતુ.

આજે વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો લોકશાહી વાળો આપણો ભારત દેશ છે તે આજે પણ ગર્વ થી કહી શકીએ છીએ. ભારત દેશના લોકો લોકશાહિ માટે સમર્પિત છે અને લોકશાહિના જતન માટે મજબૂતાઇથી ઉભા રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

દેશભરમાં 74માં ગણતંત્ર દિવસને લોકો એક સાથે આનંદ અને ઉત્સાહ સાથે ઉજવી રહ્યા છે. ગુજરાત પ્રદેશના અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ વરદ હસ્તે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ધ્વજ વંદન કરવામાં આવ્યું જેમાં પક્ષના આગેવાનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો સાથે ધ્વજવંદન કરવામાં આવ્યું.આજે આ દિવસે 1950 ના વર્ષમાં આપણા દેશનું બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું. ભારતના કેટલાય વિરપુત્રો અને સ્વતંત્રસેનાનીઓએ ઘણો સંઘર્ષ કરી દેશને આઝાદી અપાવી છે.

C R PATIL

પાટીલે મીડિયાને જણાવ્યું કે, પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે 74માં પ્રજાસત્તાક દિનની ઉજવણી દર વર્ષની જેમ આ વર્ષ પણ ઘામઘૂમથી કરવામાં આવી. પ્રજાસત્તાક દિને ડો. બાબા સાહેબ આંબેડકરજીના બંધારણને લાગુ કરવામાં આવ્યુ હતું . 15 મી ઓગષ્ટ આપણો દેશ સ્વતંત્ર થયો હતો અને 26મી જાન્યુઆરીને રોજ બંઘારણને લાગુ કર્યા પછી આપણે આજના દિવસને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ. ડો.બાબા સાહેબ આબેડકરજીએ જે બંધારણ બનાવ્યુ હતું તે આજે પણ સુદ્રઢ રીતે ચાલી રહ્યુ છે તેમાં કોઇ પણ નાનો ફેરફાર કરવાની જરૂર પડી નથી. આજે વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો લોકશાહી વાળો આપણો ભારત દેશ છે તે આજે પણ ગર્વ થી કહી શકીએ છીએ. કેટલાક લોકો મજાક કરતા હતા કે લોકશાહી ભારતની પ્રજાને પોસાસે નહી પરંતુ આ દેશના લોકોએ સાબિત કર્યુ છે કે આ દેશના લોકો લોકશાહિ માટે સમર્પિત છે અને લોકશાહિના જતન માટે મજબૂતાઇથી ઉભા રહ્યા છે.

English summary
BJP President CR at Kamalam. Patil flagged off
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X