For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત પેટા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યુ લિસ્ટ, અલ્પેશ ઠાકોરને અહીંથી આપી ટિકિટ

ભાજપે રવિવારે ગુજરાતની 6 સીટો પર વિધાનસભા પેટા ચૂંટણી માટે ઉમેદવારોનુ લિસ્ટ જાહેર કરી છે.

|
Google Oneindia Gujarati News

ભાજપે રવિવારે ગુજરાતની 6 સીટો પર વિધાનસભા પેટા ચૂંટણી માટે ઉમેદવારોનુ લિસ્ટ જાહેર કરી છે. ભાજપે ઠાકોર સમાજના નેતા અલ્પેશ ઠાકોરને રાધનપુર વિધાનસભા સીટથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. તે થોડા સમય પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં શામેલ થયા હતા. આ બધી સીટો પર પેટાચૂંટણી 21 ઓક્ટોબરે થશે.

alpesh thakor

ભાજપે જે લોકોને ઉમેદવાર બનાવ્યા છે તેમાં બાયડથી ધવલસિંહ ઝાલા છે જેમણે બાયડથી પાર્ટીએ ટિકિટ આપી છે. તે પણ અલ્પેશ ઠાકોર સાથે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા હતા. વાસ્તવમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ગુજરાત રાજ્યસભાની પેટાચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરીને ભાજપને પક્ષમાં મત આપ્યા હતા. આ પહેલા રવિવારે ભાજપે 36 વિધાનસભા સીટોની પેટાચૂંટણી માટે ઉમેદવારોનુ એલાન કર્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે 17 રાજ્યોની 64 વિધાનસભા સીટો માટે 21 ઓક્ટોબરના રોજ પેટાચૂંટણી હશે. જાહેર થયેલ યાદીમાં ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા, છત્તીસગઢ, અસમ, હિમાચલ પ્રદેશ, કેરળ, મેઘાયલ, મધ્ય પ્રદેશ, પંજાબ, રાજસ્થાન, સિક્કિમ અને તેલંગાનાની સીટો પર થનાર પેટાચૂંટણીના ઉમેદવારોના નામ શામેલ છે. 21 ઓક્ટોબરે જ હરિયાણા અને મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે અને પરિણામો 24 ઓક્ટોબરે આવશે.

આ પણ વાંચોઃ પાકિસ્તાનને સેના પ્રમુખની ચેતવણી, જરૂર પડી તો ફરીથી પાર કરીશુ LOCઆ પણ વાંચોઃ પાકિસ્તાનને સેના પ્રમુખની ચેતવણી, જરૂર પડી તો ફરીથી પાર કરીશુ LOC

English summary
BJP releases list of candidates for Gujarat by elections,Alpesh Thakor to contest from Radhanpur
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X