For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: 'વિકાસ ગાંડો થયો છે'નો BJP એ આપ્યો આ જવાબ

વિકાસ ગાંડો થયો છેના પ્રચાર વચ્ચે આ નવા વીડિયોમાં ભાજપે આપ્યો વિકાસનો હિસાબ

By Shachi
|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતાં રાજકીય પક્ષોના સોશિયલ મીડિયા કેમ્પન પણ શરૂ થયા ગયા છે. વિકાસ ગાંડો થયો છે કેમ્પેન સોશિયલ મીડિયા પર પોપ્યૂલર થયા બાદ તેને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને પાસ કન્વીર હાર્દિક પટેલનો પણ ટેકો મળ્યો હતો. વિકાસ ગાંડો થયો છે પંક્તિ સાથે અનેક જોક્સ પણ સોશિયલ મીડિયા પર ફરતા થયા હતા. આ કેમ્પનના આઘાત સામે પ્રત્યાઘાત કરતો ભાજપનો એક નવો વીડિયો સામે આવ્યો છે. ગુજરાત ભાજપના ઓફિશિયલ ટ્વીટર પેજ પર આ વીડિયો જોવા મળે છે.

bjp campaign video

આ વીડિયોમાં પ્રખ્યાત ગુજરાતી અભિનેતા હિતુ કનોડિયા જોવા મળે છે, જે વિકાસના નામે ઠઠ્ઠા-મશ્કરી કરી રહેલ એક યુવા જૂથને ગુજરાતમાં વિકાસ કેટલો થયો છે અને તેનું શું મહત્વ છે એ જણાવી રહ્યાં છે. નોંધનીય છે કે, હિતુ કનોડિયાના પિતા નરેશ કનોડિયા ભાજપના એમએલએ રહી ચૂક્યાં છે. 3 મિનિટના વીડિયોમાં હિતુ કનોડિયા રિવર ફ્રન્ટ, ડિજીટલાઇઝેશન, વીજળી, ગેસ કનેક્શન જેવા મુદ્દાઓ સાથે ગુજરાતના વિકાસ અંગે યુવાઓને માહિતી આપતા નજરે પડે છે.

ગુજરાત ભાજપ

આ પહેલાં જ એક મૌકા મૌકા સોંગનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જો કે, ગુજરાત ભાજપના સોશિયલ મીડિયા સેલ અમિત ઠાકરનું કહેવું છે કે, 'મૌકા મૌકા સોંગનો વીડિયો પબ્લિકમાંથી આવ્યો છે અને તે ભાજપના કેમ્પેનનો ભાગ નથી.' તેમણે આગળ કહ્યું હતું કે, 'વિકાસ ગાંડો થયો છે કેમ્પનની નકારાત્મકતાને અમે સંપૂર્ણપણે અવગણવાનો નિર્ણય લીધો છે. અમે માત્ર રાજ્યામાં ભાજપની સરકાર હેઠળ થયેલ વિકાસના પાસા પર જ ધ્યાન કેન્દ્રિત કરીશું.' જો કે, આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભાજપના અમુક નેતા તથા મંત્રીઓએ ટ્વીટ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાત કોંગ્રેસ

તો સામે ગુજરાતના આઇટી સેલ રોહન ગુપ્તાનું કહેવું છે કે, મૌકા મૌકા સોંગના વીડિયો પરથી જ ખ્યાલ આવે છે કે, એમાં વ્યક્તિગત રીતે કોંગ્રેસ પર નિશાન તાકવામાં આવ્યું છે. અમે તો માત્ર તથ્ય અને આંકડાઓને ધ્યાનમાં રાખતા પ્રશ્નો કરી રહ્યાં છીએ, એમાં કોઇનો વ્યક્તિગત વિરોધ નથી. આથી અમે ભાજપના કેમ્પેનની ચિંતા કર્યા વગર અમારું કામ ચાલુ રાખીશું.

ભાજપનો હિતુ કનોડિયાને ચમકાવતો આ નવો વીડિયો જુઓ અહીં...

English summary
Gujarat BJP replies to Vikas Gando Thayo Chhe campaign with this latest video.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X