For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે કર્યું નવનિર્મિત વિશાળ જળાશયનું લોકાર્પણ

ભાવનગર જિલ્લાના પરવડી ખાતે શ્રી પરવડી જલક્રાંતિ અભિયાન દ્વારા નવનિર્મિત વિશાળ જળાશયનું લોકાર્પણ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

|
Google Oneindia Gujarati News

sભાવનગર જિલ્લાના પરવડી ખાતે શ્રી પરવડી જલક્રાંતિ અભિયાન દ્વારા નવનિર્મિત વિશાળ જળાશયનું લોકાર્પણ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાવનગર તેમજ અમરેલી જિલ્લાના હજારો નાગરિકો દ્વારા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

સવા કીલો ચાંદીનું કમળ સ્મૃતિ ભેટ આપીને પાટીલનું કરાયું સ્વાગત

સવા કીલો ચાંદીનું કમળ સ્મૃતિ ભેટ આપીને પાટીલનું કરાયું સ્વાગત

ભાવનગર જિલ્લાના પરવડી ગામ ખાતે શ્રી પરવડી જલક્રાંતિ અભિયાન દ્વારા નવનિર્મિત વિશાળ જળાશયનો લોકાર્પણ પેજ સમિતિના પ્રણેતા અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સાહેબના વરદ હસ્તે યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સાહેબને પુસ્તક, શાલ અને આશરે સવા કીલો ચાંદીનું કમળ સ્મૃતિ ભેટ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ કામધેનુ રક્ષક ગ્રુપ જેતપુર દ્વારા પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સાહેબને સન્માનપત્ર આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય કેશુ નાકરાણીએ પ્રાસંગિક સંબોધન કર્યુ હતું.

ગામમાં ફરવા લાયક સ્થળ બનવાથી ગામની આવક વધે છે

આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે સંબોધન કરતા જણાવ્યું કે, સૌરાષ્ટ્રમાં પાણી માટે તળાવ બને અને તળાવ વરસાદના પાણીથી ભરાઇ તે તો ગામના લોકો માટે દિવાળી જેવું કહેવાય. સરકારની યોજનાનો લાભ લઇને ગામના લોકોને સાથે રાખી જળાશય બનાવવાનું ભગીરથ કામ દોઢ મહિનામાં પૂર્ણ કરવું તે મોટી વાત કહેવાય. આ ગામના પાણીમાં વિશિષ્ટા છે કે, અંદોર-અંદર ઝઘડવા કરતા એક સાથે ભેગા થઇ ગામના વિકાસ માટેની યોજના વિચારી અમલમા મૂકે છે. આટલું મોટુ જળાશય બનાવ્યુ તેના માટે અભિંનદન. ગામમાં ફરવા લાયક સ્થળ બનવાથી ગામની આવક વધે છે અને લોકોને રોજગારી મળે છે.

કેટલીક રાજકીય પાર્ટીઓ આ દેશના યુવાનોને મજબૂત થવા દેવા માંગતી નથી

કેટલીક રાજકીય પાર્ટીઓ આ દેશના યુવાનોને મજબૂત થવા દેવા માંગતી નથી

આ સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે જણાવ્યું કે, આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોની આવક બમણી કરવા હાંકલ કરી છે અને તે દિશામાં પગલા લઇ રહ્યા છે. જેના કારણે કપાસ અને સિંગના ભાવ બમણા થયા છે. ડુંગળીના પાક કરતા ખેડૂતોને રાજ્ય સરકારે કિલો દિઠ 2 રૂપિયા વધારી આપ્યા છે, જેનો સીધો લાભ ખેડૂતોને થયો છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની દરેક યોજનાનો લાભ જરૂરિયાત મંદને મળવો જોઇએ. સરકારની યોજનાઓ વધુ લોકો સુધી પહોંચે તે માટે દરેક કલેક્ટર્સને પણ સૂચના આપવામાં આવી છે કે, દરેક જરૂરિયાત મંદને સરકારની યોજનાનો લાભ મળે. સરકારની મુદ્રા યોજના અંગે વિસ્તૃત માહિતી આપી અને યોજનાથી યુવાનોને થતા ફાયદા અંગે પણ માહિતી આપી છે. આપણને એક એવા વડાપ્રધાન મળ્યા છે કે, જેમને ભારતની આખા વિશ્વમા ઓળખ ઉભી કરી છે. આ દેશ શક્તિશાળી છે તે આખી દુનિયાને બતાવ્યું છે. થોડા દિવસ પહેલા અગ્નિવીર યોજના જાહેર કરી અને દેશના યુવાનોને દેશની સેવા કરવાની તક આપી છે. દેશના યુવાનોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે દેશ માટે સેવા કરવાની તક આપી છે, પરંતુ કેટલાક લોકો આનો વિરોધ કરી રહ્યા છે. કેટલીક રાજકીય પાર્ટીઓ આ દેશના યુવાનોને મજબૂત થવા દેવા માંગતી નથી. અગ્નિવીર યોજના દેશને મજબૂત કરવા માટે છે. આ યોજના કોઇના દબાણમાં આવીને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ રદ્દ કરે તેવા નથી. તેમને આ યોજનાને આવકારવા દરેક વ્યકિતને હાંકલ કરી છે

.

આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ. ભરત બોઘરા, મહેન્દ્રસિંહ સરવૈયા, રાજ્યકક્ષાના મંત્રી આર. સી. મકવાણા, પ્રદેશ મંત્રી રઘુભાઈ હુંબલ, અમરેલીના સાંસદ નારણભાઈ કાછડિયા, જિલ્લા પ્રમુખ સહિત ધારાસભ્યો, હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે સરકારની યોજનાનો લાભ લઇ ગામનાં લોકોને સાથે રાખી જળાશય બનાવવાનું ભગીરથ કામ માત્ર દોઢ જ મહિનામાં પૂર્ણ કર્યું એ બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા.

English summary
BJP state president c. R. Patil inaugurated the newly constructed huge reservoir
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X