For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ 11 અપરાધીઓને છોડીને મહિલા સમ્માનની વાતો કરે છે-કોંગ્રેસ

બળાત્કારના આરોપીઓને ગુજરાતની ભાજપ સરકાર દ્વારા માફી આપવા બાબતે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અમી યાજ્ઞિકે રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

By Desk
|
Google Oneindia Gujarati News

બળાત્કારના આરોપીઓને ગુજરાતની ભાજપ સરકાર દ્વારા માફી આપવા બાબતે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અમી યાજ્ઞિકે રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, લાલ કિલ્લા પરથી મહિલા સમ્માનની મોટી મોટી વાતો કરનાર વડાપ્રધાનની પાર્ટી થોડા કલાકોમાં જ બળાત્કારના ગુનેગારોને જેલમાંથી છોડી દેવાનો નિર્ણય કરે છે.

bilkis bano

આઝાદી કા અમૃત મહોત્સવ આપણે ઉત્સવ ઉજવી રહ્યાં છીએ. ૭૫ વર્ષની આ આઝાદી પણ સશક્તિકરણની વાત એમણે સ્વયંમ લાલકીલ્લા પરથી કરી રહ્યાં છે અને દેશ - દુનિયા જોઈ રહી છે ત્યારે એમણે એમ કહ્યું કે, રાષ્ટ્રના નિર્માણમાં મહિલાઓનું બહુમોટુ યોગદાન છે, મહિલા સશક્ત હોય તો એ દેશ પણ સશક્ત બને છે પણ એના માટે મહિલા સશક્તિકરણ હોવુ જરૂરી છે. મહિલાનું માન જાળવવુ, રીસ્પેક્ટ આપવી, મહિલાને ડીગ્નીટી આપવી એમાંજ મહિલા શક્તિ રહેલી છે.

ગુજરાત ભાજપ સરકાર દ્વારા ગેંગ રેપ કરી, ત્રણ વર્ષની બાળકીને મારી નાખી તથા તેના પરિવારના બીજા સભ્યોના ખૂન કરવાના ભયંકર ગુનાના આજીવન કેદના 11 અપરાધીઓને છોડી મુક્યા છે. ગોધરા કાંડ બાદ ફાટી નિકળેલા રમખાણોમાં આ અપરાધ કરાયો હતો તેમને છોડી મુકવામાં આવ્યાં. શું આ છે ભાજપા સરકારની મહિલા સશક્તિકરણ નીતિ?

ભાજપનો અસલી ચહેરો ખુલ્લો પડી ગયો હોવાનો આક્ષેપ કરતાં અમી યાજ્ઞિકે જણાવ્યું હતુ કે, ગુજરાતના વિકાસ મોડેલના નામે આખા દેશમાં ડંકો વગાડીને સત્તા સુધી પહોંચ્યા એ જ રાજ્યમાં બીજા જ દિવસે આટલો ગંભીર કેસ હતો, ૧૧ ગુન્હેગારો કે જેમને સજા થયેલી છે, સુપ્રિમ કોર્ટે સજા આપેલી હતી, તેમને છોડી દેવામાં આવે, સજા માફ કરવામાં આવે ત્યારે સ્વાભાવિક પ્રશ્ન થાય કે ૧૫મી ઓગસ્ટે દેશના પ્રધાનમંત્રીશ્રી મહિલા સશક્તિકરણની વાત કરે છે અને બીજી બાજુ ગુજરાતની ભાજપ સરકાર સામુહિક બળાત્કારના આરોપીઓને સજા માફી આપે છે. આ છે ભાજપની મહિલા સશક્તિકરણનો અસલી ચહેરો.

English summary
BJP talks about women's respect by releasing 11 criminals-Congress
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X