For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ મતદાનને પ્રભાવિત કરવા પોલીસ અને સરકારી તંત્રનો ઉપયોગ કરી રહી છેઃ ગુજ. કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે આજે ચાલી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં સત્તાધારી ભાજપ દ્વારા ચૂંટણીની ગેરરીતિનો આક્ષેપ કર્યો હતો.

|
Google Oneindia Gujarati News

Gujarat Election: ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે આજે ચાલી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં સત્તાધારી ભાજપ દ્વારા ચૂંટણીની ગેરરીતિનો આક્ષેપ કર્યો હતો અને કહ્યુ હતુ કે પક્ષ 'પોલીસ અને સરકારી તંત્રની મદદથી મતદાનને પ્રભાવિત કરી રહ્યુ છે.' ઉત્તર અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 વિધાનસભા બેઠકો પર આજે સવારે 8 વાગ્યાથી વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનુ મતદાન શરૂ થઈ ગયુ છે. કોંગ્રેસના ઉમેદવાર કાંતિ ખરાડી પર હુમલાનો આરોપ લગાવતા કોંગ્રેસ પ્રમુખે કહ્યુ કે પાર્ટીને અન્ય ઉમેદવારો તરફથી પણ આવી જ ફરિયાદો મળી રહી છે.

jagdish thakor

સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાતચીમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યુ કે, 'કોંગ્રેસ જીતી રહી છે. અમારા ઉમેદવાર કાંતિ ખરાડી પર ગઈકાલે રાત્રે હુમલો થયો હતો અને 3 કલાક સુધી તેઓને શોધી શકાયા ન હતા. અમે ચૂંટણી પંચને ફોન કર્યો, 1.30 વાગ્યે ગાંધીનગર પહોંચ્યા અને તેમને ત્યાં આવવા માટે બોલાવ્યા. અમારા અન્ય ઉમેદવારો દ્વારા પણ ફરિયાદો આવી રહી છે.' તેમણે રાજ્યમાં 'ભયનુ વાતાવરણ' હોવાનો પણ આક્ષેપ કર્યો હતો અને કહ્યુ હતુ કે તે દર્શાવે છે કે 'ભાજપ હારી રહી છે.' તેમણે કહ્યુ કે, 'બલદેવ ઠાકોર કલોલથી ચૂંટણી લડી રહ્યા છે અને તે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયુ છે. ભયનુ વાતાવરણ હતુ. તે દર્શાવે છે કે ભાજપ હારી રહ્યુ છે અને પોલીસ અને સરકારી તંત્રની મદદથી તેઓ મતદાનને પ્રભાવિત કરી રહ્યા છે. અમારા કાર્યકરો અને નેતાઓ બહાદુરીથી ચૂંટણી લડશે અને જીતશે.'

તમને જણાવી દઈએ કે ગુજરાતના વિરમગામના ભારતીય જનતા પાર્ટી (BJP ના ઉમેદવાર હાર્દિક પટેલે લોકોને વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં મતદાન કરવા માટે અપીલ કરી હતી અને કહ્યુ હતુ કે તેમની પાર્ટીએ રાજ્યના વિકાસ માટે કામ કર્યુ છે. હાર્દિક પટેલે કહ્યુ કે, 'ભાજપે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખી છે અને ગુજરાતના વિકાસ માટે કામ કર્યુ છે. હું ઈચ્છુ છુ કે તમામ ગુજરાતીઓ ભાજપને મત આપે. આપણે મતદાન માટે આપણી શક્તિનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે ચૂંટણી એ લોકશાહીની સુંદરતા છે. આ સાથે જ હાર્દિક પટેલની પત્ની કિંજલ બેન પટેલનુ નિવેદન પણ સામે આવ્યુ છે. કિંજલબેન પટેલે કહ્યુ કે વિરમગામ બેઠક પર કોઈ નજીકની લડાઈ નથી, બધા હાર્દિકની સાથે છે. અમે પરિણામોની રાહ જોઈ રહ્યા છીએ. હાર્દિકને પડકારો ગમે છે અને તે આ પડકારને પણ પાર કરશે. તે ચોક્કસપણે જીતશે. અમારા વિસ્તારમાં હાર્દિક સાથે હરીફાઈ કરનાર કોઈ નથી અને લોકોનો પ્રેમ અમારી સાથે છે.'

નોંધનીય છે કે બીજા તબક્કાની 93 ચૂંટણી જંગી બેઠકો અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, આણંદ, ખેડા અને છોટા ઉદેપુર છે. અંતિમ તબક્કાના મુખ્ય મતવિસ્તારોમાં ઘાટલોડિયાનો સમાવેશ થાય છે જે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલનું ચૂંટણી ભાવિ નક્કી કરશે. વિરમગામ જ્યાં પાટીદાર નેતા હાર્દિક પટેલ ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે અને ગાંધીનગર દક્ષિણ જ્યાં ભગવા પાર્ટીએ અલ્પેશ ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે.

વિપક્ષના નેતા, કોંગ્રેસના સુખરામ રાઠવા છોટા ઉદેપુરથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે લાખાભાઈ ભરવાડ, જિજ્ઞેશ મેવાણી અને અમી યાજ્ઞિક વિરમગામ, વડગામ અને ઘાટલોડિયા બેઠક પરથી કોંગ્રેસના અન્ય અગ્રણી નામો છે. બીજા તબક્કામાં આમ આદમી પાર્ટી (AAP), દેવગઢબારિયાથી ભરત વાઘાલા, દિયોદરથી ભીમા ચૌધરી, ગાંધીનગર દક્ષિણમાંથી દોલત પટેલ, વિરમગામથી કુંવરજી ઠાકોર અને ઘાટલોડિયાથી વિજય પટેલ ચૂંટણીમાં પોતાનુ નસીબ અજમાવશે.

English summary
BJP using policem govt machinery to influence polling, alleges gujarat congress chief
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X