For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ સંકલ સિમિતની બેઠકમાં આજે 15 જિલ્લના 58 બેઠકોના ઉમેવદવારોના નામોની ચર્ચા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઇ ચૂકી છે. 182 વિધાનસભા બેઠકો માટે બે તબક્કામાં 1 અને 5 નવેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. ઉમેદવારી નોધવા માટે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારો નામો પર મંથન કર

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઇ ચૂકી છે. 182 વિધાનસભા બેઠકો માટે બે તબક્કામાં 1 અને 5 નવેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. ઉમેદવારી નોધવા માટે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારો નામો પર મંથન કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ગાંધીનગર કમલમ ખાતે કેન્દ્રીય મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામા આવી રહી છે. આ સંકલ સમિતિની બેઠકમાં ઉમેદવારોના નામો શોર્ટલીસ્ટ કરવામાં આવશે.

AMIT SHAH

ભાજપના ઉમેવાદવારોના નામ નક્કી કરવા માટે આજે 15 જિલ્લાના 58 બેઠકોના ઉમેદવારોના નામો પર ચર્ચા થશે. જેમા ગાંધીનગર જી.4 બેઠક, ગાંધીનગર શહેર 1, મહેસાણા 7 બેઠક, અણરેલી 5 બેઠક, દેવભૂમિ દ્વારકા 2 બેઠક, જામનગર શહેર 2 અને જિલ્લાની 3 બેઠક, ભરૂચની 5 બેઠક, નવસારીની 4 બેઠક, પંચમહાલની 5 બેઠક, ખેડાની 6 બેઠક, ભાવનગર શહેરની 2 અને જિલ્લાની 5 બેઠક, મોટાદની 2 બેઠક, અમદાવાદ જી. 5 બેઠકના નામોની ચર્ચા હાથ ધરવામાં આવશે.

ગુરુવારના રોજ 13 જિલ્લાના 47 બેટકોના ઉમેદવારોના નામોની ચર્ચા કરવામાં આવી હતી. તમામ 182 બેઠકો પર 3 ઉમેદવારોના નામોની યાદી તૈયાર કરીને તેને રાષ્ટ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડ સમક્ષ મોકલવામાં આવશે પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા આખરી નામ પર મોહર મારવમાં આવશે.

સંકલ સમિતિની બેઠકમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ, મુખ્યમત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ. સહપ્રભારી સુધીર ગુપ્તા ખાસ ઉપસ્થિત રહ્યા છે.

English summary
BJP will churn the names of 58 candidates of 15 districts today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X