For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપના કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રી કરશે પ્રચાર

ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ તમામ 182 બેઠખો પર ઉમેદવારી નોધાવી દિધી છે. ત્યાર બાદ ભાજપ દ્વારા એક સાથે 89 માથઈ 82 બેઠકો પર ઉમેદવારો માટે પ્રચારના શ્રીગણેશ કરશે. તેના માટે 46 રાષ્ટ્રીય નેતાઓ અને 36 હોદ્દેદારો ચૂંટણી રાજ્

|
Google Oneindia Gujarati News

ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ તમામ 182 બેઠખો પર ઉમેદવારી નોધાવી દિધી છે. ત્યાર બાદ ભાજપ દ્વારા એક સાથે 89 માથઈ 82 બેઠકો પર ઉમેદવારો માટે પ્રચારના શ્રીગણેશ કરશે. તેના માટે 46 રાષ્ટ્રીય નેતાઓ અને 36 હોદ્દેદારો ચૂંટણી રાજ્યના પ્રચાર કરશે.

C.R.PATIL

સી.આર પાટીલે ભાજપમાથી ટિકિટ ના મળતા અપક્ષ ઉમેદવારી નોધાવી છે તેમની માટે ચિમકી ઉચ્ચારતા જણાવ્યુ હતુ કે, જો ઉમેદવારી જે ઉમેદવરોને ટિકિટ ન મળતા ઉમેદવારી નોધાવી છે. તે ઉમેદવારી પરત નહી ખેચે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય રાજકીય પક્ષો પર બોલતા ભાજપ અધ્યક્ષે જણાવ્યું હતુ કે, અમે અમારી તાકાત પર ચૂંટણી લડવા જઇ રહ્યા છીએ બીજા પક્ષોની કમજોરીના આદારે નહી. તેમજ ચૂંટણીમાં ભાજપ પહેલાના પોતાના તમામ રેકોર્ડ તોડી નાખશે તેમ જણાવયું હતુ.

પ્રથમ ચરણમાં ૮૯ બેઠકો પૈકી ૮૨ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં રાષ્ટ્રીય સંગઠન, કેન્દ્રિય મંત્રી મંડળ તેમજ ભાજપા શાસીત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ, દેશના વિવિધ લોકસભા ક્ષેત્રના સાંસદો મળી કુલ ૧૫ મહાનુભાવો ૪૬ વિધાનસભા ક્ષેત્રમાં અને પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, રાજય સરકારના મુખ્યમંત્રી, મંત્રીઓ, પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી, પૂર્વ કેબીનેટ મંત્રીશ્રીઓ રાજ્યના સાંસદો તેમજ સંઠનના હોદેદારો મળી કુલ ૧૪ મહાનુભાવો ૩૬ વિધાનસભા ક્ષેત્રમાં પ્રચાર-પ્રસાર અને વિશાળ જનસભાને સંબોધન કરશે.

પ્રથમ ચરણમાં ૮૯ બેઠકો ૮૨ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાજી, કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીજી, કેન્દ્રિય મંત્રી નરેન્દ્ર તોમરજી, કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરજી, કેન્દ્રિય મંત્રી જનરલ વી. કે. સિંહજી, કેન્દ્રિય મંત્રી મનસુખભાઇ માંડવીયાજી, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણજી, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીશ્રી યોગી આદિત્યનાથજી, આસામના મુખ્યમંત્રી હેમંત શર્માજી, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીશજી, પશ્ચિમ બંગાળના વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારીજી, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય યુવા મોરચાના પ્રમુખ તેજસ્વી સુર્યાજી,

લદાખ લોકસભા ક્ષેત્રના સાંસદ જમ્યાંગ નામગ્યાલ આ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીજી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, સાંસદ પરસોત્તમભાઇ રૂપાલા, પૂનમબેન માડમ,પૂર્વ કેબીનેટ મંત્રી ગુજરાત સરકાર વજુભાઇ વાળા, આર. સી. ફળદુ, ગણપતભાઇ વસાવા, પરસોત્તમભાઇ સોલંકી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પ્રસાર અને જનસભા સંબોધનાર મહાનુભાવો દેશ અને વિવિધ રાજ્યોમાં કાર્યરત બિન ભાજપા સરકારોનું વાસ્તવિક ચિત્ર ઉજાગર કરશે. મહાનુભાવોના આ પ્રચાર પ્રસાર થકી રાજ્યમાં રેકોર્ડ બ્રેક સીટો સાથે અને રેકોર્ડ બ્રેક લીડ સાથે ભાજપાનો પ્રચંડ વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

English summary
BJP will conduct election campaign for candidates from today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X