For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ 30 ઑક્ટોબરથી ઉમેદવારો ફાઇનલ કરશે

|
Google Oneindia Gujarati News

gujarat-bjp
અમદાવાદ, 25 ઑક્ટોબર : ગુજરાતમાં ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઇ ગયું છે ત્યારે નવા સીમાંકન મુજબ પ્રથમવાર યોજાવા જઇ રહેલી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં કઇ બેછક પરથી કયા ઉમેદવારો ઉભા રાખવા તેના માટે તમામ પક્ષો ગહન વિચાર કરી રહ્યા છે. ગુજરાત ભાજપે નિરીક્ષકો દ્વારા બેઠકવાર ઉમેદવારો અંગેની કાર્યકરોનો અભિપ્રાય મેળવ્યા બાદ 30 ઑક્ટૉબરથી યોજાનાર પાર્લિઆમેન્ટ્રી બોર્ડની બેઠકમાં ઉમેદવારોના નામની યાદી ફાઇનલ કરશે.

ભાજપ ૩૦મી ઓક્ટોબરથી સતત પાંચ દિવસ સુધી પાર્ટીના પાર્લામેન્ટરી બોર્ડની બેઠકો યોજવાની છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાનારી બેઠકોમાં ઉમેદવારોના નામો ફાઈનલ કરેલી યાદી મંજૂરી માટે દિવાળી પહેલાં દિલ્હી મોકલવામાં આવશે. ભાજપ તેની જિલ્લા સંકલન સમિતિઓ સાથે પણ ચર્ચા કરીને નિરીક્ષકોનો રિપોર્ટ પાર્લિઆમેન્ટ્રી બોર્ડમાં રજૂ કરશે

સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપના પ્રદેશ પ્રમુખ આર સી ફળદુના અધ્યક્ષપદવાળા પાર્લિઆમેન્ટ્રી બોર્ડમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ઉપરાંત ચાર પ્રધાનો વજુભાઈ વાળા, આનંદીબહેન પટેલ, રમણ વોરા તથા મંગુભાઈ પટેલ, સાંસદ જયશ્રીબહેન પટેલ તેમજ પાંચ મહામંત્રીઓ સહિત કુલ ૧૩ સભ્યોનો સમાવેશ થાય છે.

આ બોર્ડ સતત પાંચ દિવસ સુધી બેઠકવાર ઉમેદવાર નિશ્ચિત કરતા અગાઉ ફરજિયાત પ્રમાણે નિરીક્ષકો સહિત જિલ્લા પ્રમુખો, મહામંત્રીઓ તથા અન્ય આગેવાનોને બોલાવીને તેમના મંતવ્યો જાણશે. ઘણા આગેવાનો, કાર્યકરો રજૂઆતમાંથી બાકાત રહ્યાં છે, જેમને તક મળશે કે કેમ તે પ્રશ્ન છે.

English summary
BJP will finalizing candidate from 30 October in parliamentary board meeting.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X