ભાજપ કાર્યકરે ડ્રાઇવર સાથે કરી મારામારી, પોલીસે જાહેરમાં કાન પકડાવ્યા

Subscribe to Oneindia News

રાજકોટમાં આરિફ બાબુ કારવા નામના ભાજપના કાર્યકર્તાએ રાજકોટના પારેવડી ચોક ખાતે એસટી બસ ડ્રાઇવર સાથે સાઇડ કાપવાના મુદ્દે બોલાચાલી કરી હતી અને ત્યાર બાદ હોકી વડે હુમલો પણ કર્યો હતો.

rajkot mafi

જો કે આ સમગ્ર ઘટના સીસીટીવીમા કેદ થઈ હતી અને આક્રોશમાં આવેલા એસ.ટી બસના સ્ટાફે ચક્કાજામ કર્યો હતો. બધા ડ્રાઇવરો હડતાળ પર ઉતરી ગયા હતા. ડ્રાઇવરોએ એસટી બસો બંધ કરી દીધી હતી. ત્યાર બાદ પોલીસે આરિફની ધરપકડ કરી હતી. આરિફની કાર ઉપર નરેન્દ્ર મોદી વિચાર મંચ લખેલું હતું. જો કે પોલીસ આ કાર્યકર્તાને જાહેરમાં લાવી હતી અને તેને કાન પકડાવીને ઉઠ બેસ કરાવી હતી.

English summary
bjp worker hit bus driver in rajkot, police punish him in public
Please Wait while comments are loading...