For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સતત વધી રહ્યો છે બ્લેક ફંગસનો ખતરો, ગુજરાત સૌથી વધુ પ્રભાવિત

સતત વધી રહ્યો છે બ્લેક ફંગસનો ખતરો, ગુજરાત સૌથી વધુ પ્રભાવિત

|
Google Oneindia Gujarati News
  • ગુજરાતને અમ્ફોટેરીયસિન ઈંજેક્શનની 5800 વૉયલ ઉપલબ્દ કરાવી
  • મહારાષ્ટ્રને 5090 જ્યારે આંધ્ર પ્રદેશને ઈંજેક્સનની 2300 વૉયલ મોકલી
  • દેશભરમાં 11 દવા કંપનીઓને દવા બનાવવાની મંજૂરી આપવામાં આવી જેથી ઉત્પાદન વીધે.

કોરોનાવાયરસ મહામારીના કહેર વચ્ચે દેશભરમાં બ્લેક ફંગસના મામલા સતત વધી રહ્યા છે. દેશભરમાં બ્લેક ફંગસના કુલ 8848 મામલા થઈ ગયા છે. દર્દીઓના ઈલાજ માટે અમ્ફોટેરીસિન-બી ઈંજેક્શનની 23680 વૉયલ વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને જરૂરત પ્રમાણે મોકલવામાં આવ્યાં છે.

કોરોના મહામારીથી મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત થયું છે, પરંતુ બ્લેક ફંગસનો કહેર હાલ ગુજરાત પર જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં બ્લેક ફંગસના દર્દીની સંખ્યા 2281 થઈ ગઈ છે, જ્યારે મહારાષ્ટ્રમાં 2100 દર્દીઓ છે.

મંત્રી સદાનંદ ગૌડે જણાવ્યું કે બ્લેક ફંગસથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય ગુજરાતને અમ્ફોટેરીસિન-બી ઈંજેક્શનના કુલ 5800 વૉયલ આપવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં 5090 વૉયલ અપાઈ છે.

રાજ્યોને દવા ઉપેલબ્ધ કરાવવામાં આવી

રાજ્યોને દવા ઉપેલબ્ધ કરાવવામાં આવી

આવી જ રીતે આંધ્ર પ્રદેશને 910 દર્દીઓ માટે 2300 વૉયલ આપવામાં આવ્યાં છે તેલંગાણામાં 350 દર્દીઓ માટે 890 વૉયલ આપવામાં આવી છે. દિલ્હીમાં 197 દર્દીઓ માટે ઈંજેક્શનના 670 વૉયલ આપવામાં આવ્યા છે. બ્લેક ફંગસના વધતા મામલાને જોતાં હવે દેશની 11 ફાર્મા કંપનીઓ ઈંજેક્શન અને અન્ય બીજી એન્ટી ફંગલ દવાઓ બનાવી રહી છે.

ગુજરાતમાં સૌથી વધુ દર્દી

ગુજરાતમાં સૌથી વધુ દર્દી

કેન્દ્ર મુજબ ગુજરાતમાં સૌથી વધુ દર્દીઓ છે. જ્યારે મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે કહી ચૂક્યા છે કે મહારાષ્ટ્રમાં કુલ દર્દીની સંખ્યા 2500 છે અને 90ના મોત થઈ ચૂક્યાં છે, જ્યારે કેન્દ્ર સરકારના રિપોર્ટ મુજબ મહારાષ્ટ્રમાં 2 હજાર દર્દી છે. દર્દીઓની સંખ્યા વધવાથી જીવન રક્ષક ઈંજેક્શનની માંગણી ખુબ વધી ગઈ છે. ભારતમાં અત્યાર સુધી એક મહિનામાં એક લાખ ઈંજેક્શનની ઉત્પાદનની ક્ષમતા છે.

આ 13 રાજ્યોમાં બ્લેક ફંગસના એકેય કેસ નથી

આ 13 રાજ્યોમાં બ્લેક ફંગસના એકેય કેસ નથી

દેશના 13 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો એવાં છે, જ્યાં બ્લેક ફંગસના એકેય કેસ નથી. કેન્દ્રના આંકડાઓ મુજબ અંદામાન-નિકોબાર, અરુણાચલ પ્રદેશ, આસામ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, લક્ષદ્વીપ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેંડ, પોંડિચેરી અને સિક્કિમમાં એકેય કેસ નથી.

English summary
Black Fungus: most affected Gujarat Received 5800 vials of amphotericin injection
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X