બ્લૂ વ્હેલ ગેમનો ગુજરાતમાં પહેલા બનાવ, યુવકે કરી આત્મહત્યા

Subscribe to Oneindia News

અમદાવાદમાં સાબરમતી નદીમાં ઝંપલાવીને એક યુવકે આત્મહત્યા કરી હતી. યુવકે આત્મા હત્યા કરતા પહેલા એક વીડીયો પણ બનાવ્યો હતો. જેમાં તેણે બ્લુ વ્હેલ ગેમ ડાઉનલોડ કરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ જોતા ગુજરાતમાં બ્લુ વ્હેલ ગેમના લીધે આત્મહત્યા કરવાનો પહેલો કિસ્સો સામે આવ્યો છે. પરતું આ કિસ્સામાં યુવકે ગેમની કોઈ ટાસ્ક પુરી કરવા માટે આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ નથી કર્યો છે. અમદાવાદ પશ્ચિમ પોલીસે આ અંગે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

Blue whale game boy suicide

પોલીસે સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ યુવક બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના માલણ ગામનો રહેવાસી હતો. તેનું નામ અશોક માલુના હતું. તેણે 12માં ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. ચાર બહેનોમાં તે એક જ ભાઈ હતો અને તેના પિતાનું ચાર વર્ષ પહેલા જ મોત થયું હતું. આ પહેલા મુંબઈમાં પણ 14 વર્ષના એક યુવકે 9 માળેથી કૂદીને આત્મ હત્યા કરી હતી.

અશોકે આત્મહત્યા કરતા પહેલા કહ્યું હતું કે તે ઘરેથી 46 હજાર રૂપિયા લઇને મુંબઇ ગયો હતો પણ ત્યાં વરસાદ હોવાથી પરત ફર્યો છે. અને તેણે અહી આત્મહત્યા કરવાનું નક્કી કર્યું હતું. તેણે પોતાનો મોબાઇલ અને પૈસા અને બેગ પોતાના મિત્રને આપી હતી. સાથે સાથે આના માટે કોઇ જવાબદાર નહી હોવાનું કહ્યુ હતું અને પોતાની બહેન અને માતાને ખૂબ પ્રેમ કરતો હોવાની વાત કરી હતી.

English summary
Blue whale game suicide, gujarat first case happened in Ahmedabad. Read here in details.
Please Wait while comments are loading...