બોટાદ: કોંગ્રેસના કારોબારી ચેરમેન ૫૦૦ સભ્યો સાથે જોડાયા ભાજપમાં
બોટાદમાં કોંગ્રેસ મારી કદર ના કરી તેવું કહીને બોટાદમાંથી સી.બી. ખંભાળિયા તેમના 500 કાર્યકરોને લઇને ભાજપમાં આજે જોડાયા છે.
એક તરફ રાહુલ ગાંધી બોટાદ નજીક ગઢડા અને ઢસામાં છે ત્યારે જ કોંગ્રેસના સભ્ય ભાજપમાં જોડાઈ ગયા છે. આજે બોટાદ જિલ્લા પંચાયત ના કોગ્રેસના કારોબારી ચેરમેન સી.બી.ખંભાળિયા કોંગ્રેસ પક્ષ છોડી ભાજપમાં જોડાયા હતા. ગુજરાતની વિધાનસભાની ચૂંટણીઓને હવે ગણતરી ના દિવસો બાકી છે ત્યારે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ભાજપ અને કોગ્રેસ બંન્ને પક્ષ ના આગેવાનો અને કાર્યકરો પોતાના પક્ષ થી નારાજ થય પક્ષ પલટો કરી રહ્યા છે.

ખંભાળિયાએ તેમજ તેમના સમર્થકો દ્વારા લાઠીદડ થી બોટાદ ભાજપ કાર્યાલય સુધી ભવ્ય બાઈક રેલી કાઢવામાં આવી હતી. રેલી બોટાદ ભાજપના મધ્યસ્થ કાર્યાલયે આવી પહોંચતા સૌરભ પટેલ દ્વારા તેમને ભગવો ખેસ પહેરાવીને આવકારવામાં આવ્યા હતા. ખંભાળિયાએ જણાવ્યું હતું કે બે વર્ષમાં તેમના કામની કદર નથી થઈ આથી કોંગ્રેસ પક્ષ ના આંતરિક વિખવાદને લઈ કોંગ્રેસ છોડી ૫૦૦ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા છે.












Click it and Unblock the Notifications
