• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હિંમતનગરની હિંમતવાન બાળાનો ઓસ્ટ્રેલિયામાં ડંકો

|

ગુજરાત રાજ્યની વિવિધ ઘટનાઓ એક જ સમયે એક જ સ્થળે તમને વાંચવા મળી રહે એ માટે અમે એક અનોખો પ્રયોગ કરી રહ્યાં છીએ. આ પ્રયોગ અંતર્ગત તમને એક ફોર્મેટમાં ગુજરાત ભરમાં આજના દિવસે કઇ-કઇ ઘટના અને સમાચાર ચર્ચાનો વિષય રહ્યો તેની આછેરી માહિતી મળી રહેશે.

ગુજરાતના આજના ટોપ સમાચાર અંગે વાત કરવામા આવે તો, ઓસ્ટ્રેલિયાના એડીલેઇડની પેરાફિલ્ડ ગાર્ડન્સ સ્કૂલ નજીક હિંમતનગરની એક આઠ વર્ષની બાળકીએ હિંમત દાખવીને બે બાળકોને બચાવ્યા છે. આ અંગે જાણવા મળતી માહિતી અનુસાર બે અજાણ્યા શખ્સોએ બે નાના બાળકોને બળજબરીથી લઇ જઇ રહ્યાં હતા, ત્યારે આ બાળકીએ નિર્ભયતાપૂર્વક શાળામાં જઇ પ્રિન્સીપાલ અને પોલીસને જાણ કરી હતી અને બાળકોને બચાવ્યા હતા. ગુજરાત વિધાનસભા 2012ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી સામે પડેલા પૂર્વ ભાજપી નેતા અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના પુત્ર ભરત પટેલ સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા છે. તો આવા જ કેટલાક સમાચાર વાંચવા માટે નીચે તસવીરો પર ક્લીક કરો.

સુરતઃ ATM લૂંટવા આવેલા વિદ્યાર્થીઓની લાગી વાટ

સુરતઃ ATM લૂંટવા આવેલા વિદ્યાર્થીઓની લાગી વાટ

સુરતના રિંગ રોડ પર પ્રેસિડેન્ટ પ્લાઝામાં ઇન્ડિયન બેન્કના એટીએમને લૂટંવા આવેલા પીટી સાયન્સ કોલેજના બે વિદ્યાર્થીઓ સહિત ત્રણની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ઉક્ત ત્રણેય યુવાનો એટીએમમાં ઘૂસે તે પૂર્વે જ પોલીસે તેમને પકડી પાડ્યા હતા. બનાવ અંગે જાણવા મળતી માહિતી અનુસાર પોલીસ નાઇટ પેટ્રોલિંગની ટીમને આરટીઓ નજીકના પ્રેસિડેન્ટ પ્લાઝામાં આવેલા ઉક્ત બેન્કના એટીએમ પાસે ત્રણ ઇસમોને શંકાસ્પદ અવસ્થામાં જોયા હતા અને તેમના ઇરાદા નેક ના જણાતા પોલીસે પૂછપરછ કરીને તેમની ઇરાદા પાર પડે તે પહેલા ધરપકડ કરવામાં આવી હતી.

ગાંધીનગરઃ કેશુભાઇના પુત્ર ભાજપમાં જોડાયા

ગાંધીનગરઃ કેશુભાઇના પુત્ર ભાજપમાં જોડાયા

ગુજરાત વિધાનસભા 2012ની ચૂંટણીમાં મોદી સામે પડેલા પૂર્વ ભાજપી નેતા અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના પુત્ર ભરત પટેલ સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા છે. નોંધનીય છે કે, 17 સપ્ટેમ્બરે પોતાના જન્મ દિવસે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કેશુભાઇ પટેલને મળવા ગયા હતા અને આશિર્વાદ લીધા હતા, ત્યારે તેમણે કેશુભાઇને આશિર્વાદમાં તેમના પુત્રને ભાજપમાં જોડાવામાં આવે તેવી દાણો ચાંપી દીધો હતો, જેના ફળસ્વરૂપે કેશુભાઇ પટેલના પુત્ર ભાજપ સાથે જોડાઇ ગયા છે.

અમદાવાદઃ પતિના આપઘાત કેસમાં પત્નીની ધરપકડ

અમદાવાદઃ પતિના આપઘાત કેસમાં પત્નીની ધરપકડ

અમદાવાદના મેમનગરમાં રહેતા એક શ્રીમંત પરિવારના યુવાને પત્નીના ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં યુવકના પિતા દ્વારા કરવામાં આવેલી ફરિયાદના પગલે પોલીસ દ્વારા પત્નીની ધરપકડ કરવામાં આવી છે. બનાવ અંગે મળેલી માહિતી અનુસાર આ યુગલ ફેસબુકમાં ચેટિંગ કરતા સંપર્કમાં આવ્યું હતું અને બે વર્ષ પૂર્વે લગ્નગ્રંથીથી જોડાયું હતું, જો કે લગ્ન બાદ પણ પત્નીએ ફેસબુક પર અન્ય યુવાનો સાથે ચેટિંગ કરવાનું ચાલુ રાખતા બન્ને વચ્ચે કંકાસ શરૂ થયો હતો અને આ કંકાસથી કંટાળીને યુવકે આત્મહત્યા કરી લીધી હતી. ગુજરાત યુનિવર્સિટી પોલીસે સ્ટેશને પત્ની વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે.

હિંમતનગરની હિંમતવાન બાળાનો ઓસ્ટ્રેલિયામાં ડંકો

હિંમતનગરની હિંમતવાન બાળાનો ઓસ્ટ્રેલિયામાં ડંકો

ઓસ્ટ્રેલિયાના એડીલેઇડની પેરાફિલ્ડ ગાર્ડન્સ સ્કૂલ નજીક હિંમતનગરની એક આઠ વર્ષની બાળકીએ હિંમત દાખવીને બે બાળકોને બચાવ્યા છે. આ અંગે જાણવા મળતી માહિતી અનુસાર બે અજાણ્યા શખ્સોએ બે નાના બાળકોને બળજબરીથી લઇ જઇ રહ્યાં હતા, ત્યારે આ બાળકીએ નિર્ભયતાપૂર્વક શાળામાં જઇ પ્રિન્સીપાલ અને પોલીસને જાણ કરી હતી અને બાળકોને બચાવ્યા હતા, જે બદલ આ બાળકીને ડીપાર્ટમેન્ટ ફોર એજ્યુકેશન એન્ડ ચાઇલ્ડ ડેવલોપમેન્ટ ગવર્નમેન્ટ ઓફ સાઉથ ઓસ્ટ્રેલિયા દ્વારા બી એક્ટિવ ચેલેન્જ એવોર્ડ એનાયત કરીને સન્માનિત કરવામાં આવતા ગુજરાતનું ગૌરવ વધ્યું છે.

સુરતઃ 1 જાન્યુઆરીથી BRTSમાં મફ્ત મુસાફરી

સુરતઃ 1 જાન્યુઆરીથી BRTSમાં મફ્ત મુસાફરી

અમદાવાદની જેમ સુરતને પણ બીઆરટીએસની સુવિધા મળી રહી છે. જો કે, બીઆરટીએસમાં પાલિકાને હજુ એડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ લગાવવાની બાકી છે અને કમુરતા હોવાથી આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન 26મી જાન્યુઆરી સુધીમાં કરવામાં આવશે તેવું જણાઇ રહ્યું છે. જો કે, ત્યાં સુધીમાં બીઆરટીએસની ટ્રાયલ રન શરૂ કરી દેવામાં આવશે અને તેમાં 1લી જાન્યુઆરી પછી આ ટ્રાયલ રનમાં મફત મુસાફરી પણ શક્ય બની શકશે. તેવું જાણવા મળ્યું છે.

English summary
brave gujarati girl honored in australia.here top new of gujarat in photos.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more