બ્રેકિંગ: અંબાજી મંદિર પાસેથી મળ્યો બોમ્બ બનાવવાનો સામાન

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાતના પ્રસિદ્ધ મંદિર અંબાજી પાસેથી બોમ્બ બનાવવાની સામગ્રી મળી આવી છે.  અંબાજી મંદિરના શક્તિ દ્વાર પાસેથી એક પેપરના પડીકામાં બંધ સ્વરૂપે આ દેશી બોમ્બ બનાવવાની સામગ્રી મળી આવતા ખળભળાટ મચી ગયો છે. શક્તિ દ્વારા પાસેથી આ ઘાતક સામગ્રી મળી આવતા બીડીએસ અને ડોગ સ્કોર્ડને બોલવવામાં આવ્યો છે. અને સમગ્ર મંદિરને ઘેરીને સર્ચ ઓપરેશન હાથ ઘરવામાં આવ્યું છે. જેથી આવી અન્ય કોઇ શંકાસ્પદ સામગ્રી બીજી કોઇ જગ્યાએ મંદિર પરિસરમાં છે કે નહીં તેની તપાસ કરી શકાય. 

bomb

નોંધનીય  છે કે હાલમાં જ રાજકોટ બોમ્બ બ્લાસ્ટમાં પકડાયેલા બે આઇએસઆઇએસ આંતકીઓએ તે વાત સ્વીકારી હતી કે તેમના નિશાના પર પ્રસિદ્ધ ચોટીલા મંદિર હતું. આ પહેલા પણ અનેક વાર તેવા લેટર મળી આવ્યા છે જેમાં ગુજરાતના પ્રસિદ્ધ મંદિરોને ઉડાવવાની વાત કહેવામાં આવી હોય. રાજકોટ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ધરપકડ થયા પછી તરત જ ગુજરાતના તમામ જાણીતા મંદિરોની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી. ત્યારે આજે મંદિર પરિસર પાસેથી આ દેશી બોમ્બની સામગ્રી મળી આવતા ખળભળાટ મચ્યો હતો. આ સામગ્રી મળી આવ્યા પછી હાલ સીસીટીવી ફૂટેજના આધારે આ સામગ્રી અહીં કોણ મૂકી ગયું તે અંગે હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ambaji
English summary
જાણીતા અંબાજી મંદિર પાસેથી મળ્યો બોમ્બ બનાવવાનો સામાન. વધુ વાંચો અહીં.
Please Wait while comments are loading...