માંડવીથી પકડાયું 1500 કિલો હેરોઇન, કોલકત્તાનું છે કનેક્શન!

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાતના માંડવી ખાતેથી ભારતીય કોસ્ટ ગાર્ડને 1500 કિલો હેરોઇનનો મોટો જથ્થો એક બોટમાંથી મળી આવ્યો હતો. બેથી ત્રણ દિવસ પહેલાની આ ઘટનામાં રવિવારે ગુજરાત એટીએસની એક ટીમે કોલકત્તા જઇને એક વ્યક્તિની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે કોસ્ટલ ગાર્ડની ટીમે બાતમીના આધારે ગુજરાતની જળસીમા પરથી એક જહાજને ઘેરી સર્ચ ઓપરેશન દ્વારા આ નશીલો પદાર્થ જપ્ત કર્યો હતો. અને આટલા મોટા પ્રમાણમાંથી હેરાઇન મળવાની ગુજરાતમાં આ પહેલી ઘટના હોવાનું મનાઇ રહ્યું છે.

drug

ઉલ્લેખનીય છે કે આ 1500 કિલોગ્રામ હેરોઇનની બજારમાં કિંમત અંદાજે 3,500 કરોડની છે. મૂળ કોલકત્તાના વતની કેપ્ટન સુપ્રિત તિવારીનું આ જહાજ હતું. કોલકત્તા પોલીસ અને ગુજરાત એટીએસની સ્પેશ્યલ ટીમે તેમના નાના ભાઇની આ કેસમાં અટક કરી છે. જે 22 વર્ષનો છે અને બી-ટેકનો વિદ્યાર્થી છે. તેની ધરપકડ કરીને હવે આ કેસમાં તેમની વધુ પુછપરછ કરવામાં આવી રહી છે. ત્યારે આ કેસમાં કેટલાક મોટા માથા પણ જોડાયેલા છે તેવી જાણકારી પણ સુત્રો પાસેથી મળી છે. ત્યારે જોવાનું તે રહ્યું કે આ કેસમાં કોના નામ હવે બહાર આવે છે.

English summary
Brother of captain of Gujarat vessel carrying 1,500 kg heroin detained in Kolkata.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.