રાજકોટ: બહેનની હત્યાનું વેર વાળવા ભાઇઓએ કરી બનેવીની હત્યા

Subscribe to Oneindia News

પત્નીની હત્યા કરનાર પતિ પેરોલ પર છુટતા તેના જ સાળાએ તેને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેતા આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની હતી. થોડા સમય પહેલા રાજકોટના પુષ્કરધામ વિસ્તારમાં રહેતા રવિના લગ્ન રાધિકા સાથે થયા હતા. રવિએ 10 માસ પહેલા પત્ની રાધિકા પર શંકાને કારણે સુરેન્દ્રનગરનાં ચોટીલા તાલુકામાં છરીના 12 ઘા મારીને રાધિકાની હત્યા કરી નાંખી હતી. આ બાદ રવિની ધરપકડ કરવામાં આવી હતી. રવિ 5 દિવસ પહેલા પેરોલ પર જેલની બહાર આવ્યો, ત્યારે રવિના બંને સાળા પ્રશાંત સુરેશભાઇ ચૌહાણ અને હર્ષદે તેની હત્યા કરી હતી. સોમવારે બપોરે આ બંને સાળાઓએ નેપાળી મિત્ર ઋષિ પરમસિંહ ઠાકુરની મદદથી રવિના ઘર નજીક જ છરીના આડેધડ 18 ઘા મારી તેની હત્યા કરી હતી.

rajkot

રવિ અને રાધિકા

અત્રે ઉલ્લેખનીય છે, રવિને રાધિકાના ચરિત્ર બાબતે શંકા હતી. જે કારણોસર નાની બોલાચાલી થતા રવિએ રાધિકાની હત્યા કરી હતી. આ બાદ જ્યારે તે પેરોલ પર જેલ માંથી બહાર આવ્યો તો રાધિકાના ભાઈઓએ પોતાની બહેનના હત્યારાનું સૌ પ્રથમ અપહરણ કર્યું હતું. ત્યાર બાદ રવિને છરીના 18 ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં એક આરોપી મળી ગયો હોવાના અહેવાલ મળી રહ્યા છે.

English summary
brothers killed sister's husband to take revenge of sister's murder
Please Wait while comments are loading...