બજેટ 2017: બજેટને લઇને ગુજરાતી વેપારી અને નેતાઓની પ્રતિક્રિયા

Posted By:
Subscribe to Oneindia News

બુધવારે કેન્દ્રીય નાણાં પ્રધાન અરૂણ જેટલીએ યુનિયન બજેટ 2017-18 રજૂ કર્યું. બજેટમાં કેન્દ્ર સરકારે મહત્વનાં 3 સુધારા કર્યા, જેમાં તેમણે સમય પહેલાં બજેટ રજૂ કરીને આમ બજેટની સાથે જ રેલ્વે બજેટને આવરી લીધુ છે. નોંધનીય છે કે કેન્દ્રીય બજેટને લઈને દરેક વર્ગનાં લોકોને આશા અપેક્ષાઓ હોય છે. ત્યારે ગુજરાતના મોટોાભાગના ઉદ્યોગકારોએ આ કેન્દ્રીય બજેટને આવકાર્યુ છે. ખાસ કરીને રૂપિયા 50 કરોડથી ઓછું ટર્ન ઓવર ધરાવતાં લઘુ ઉદ્યોગો પર 5 ટકા ટેકસમાં ઘટાડો કરીને 25 ટકા કરી દેવામાં આવતાં લઘુ ઉદ્યોગકારોએ આ નિર્ણયને આવકાર્યો છે.જ્યારે નિકાસ કરતાં ઉદ્યોગો માટે બજેટમાં કોઈ જોગવાઈ નહી હોવાથી બજેટને નિરાશાવાદી કહ્યું છે.

budget


તો બીજી તરફ જ્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં એમ્સ બનાવવા માટેની જાહેરાત માટે આભાર વ્યક્ત કરીને ડિજીટલ ઇકોનોમીને રજૂ કરતા બજેટના વખાણ કર્યા હતા. ત્યાં જ બજેટને પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ આવકાર્યુ હતું. તેમણે બજેટને કૃષિલક્ષી,ખેડૂત લક્ષી અને ગ્રામીણ વિસ્તારો પર નિર્ધારિત બજેટ કહ્યું હતું. વધુમાં વાઘાણીએ કહ્યું વડાપ્રધાને જે વચનો આપ્યા હતાં.તેનું પ્રતિબિંબ આ બજેટમાં છે જોવા મળે છે.

તો કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે બજેટથી દેશના લોકો નિરાશ અને હતાશ થયા છે. ભરતસિંહે બજેટ અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે જો રાહુલ ગાંધી દેશના વડાપ્રધાન હોત તો પેટ્રોલનો ભાવ 73ને બદલે 60 અને ડીઝલનો ભાવ 65ને બદલે 50 રૂપિયા કર્યો હોત. ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે ખેડૂતો માટે આ બજેટ ક્રુર મસ્કરી સમાન છે. મોટા ઉદ્યોગપતિઓ અને કોર્પોરેટ્સને રાહત ખાલી આપી છે પરંતુ ખેડૂતોને દેવા માફીની કોઈ રાહત આપી કરી. વધુમાં તેમણે જણાવ્યું કે મોટા ભાગની યુપીએ સરકારની યોજનાઓનું રીપીટેશન આ બજેટમાં કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે નાણામંત્રી કોઈ અર્થશાસ્ત્રી નથી એક વકીલ છે.


વળી વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાધેલાએ કેન્દ્ર સરકારના આ બજેટને આંકડાકીય માયાજાળ જણાવતા કહ્યું કે નોટબંધી બાદ પણ આ બજેટ દ્વારા સરકારે કોઇ જ રાહત સામાન્ય જનતાને નથી આપી. તેમણે કહ્યું કે નોટબંધીના 84માં દિવસ પછી પણ પ્રજાના હકના અને પોતે જ મૂકેલા નાણાં ઉપાડવાની અનુમતિ ભારત સરકારે નથી આપી. વળી તેમને સાચી આંકડાકીય માહિતી છુપાવાનો આરોપ પણ મોદી સરકાર પર લગાવ્યો છે. તેમને આ બજેટને ચીલાચાલુ, ગરીબ અને મધ્યમવર્ગને મદદ ના આપનારું અને ફુગાવો વધારનારું બજેટ ગણાવ્યું છે.

English summary
બજેટ 2017 અંગે ભાજપ, કોંગ્રેસ અને વેપારીઓની શું પ્રતિક્રિયા છે વિગતવાર જાણો અહીં.
Please Wait while comments are loading...