અ'વાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડનું બજેટ રજૂ

Subscribe to Oneindia News

સોમવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલ બોર્ડનું અંદાજપત્ર 2018-19 રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટ 666 કરોડનું છે અને બજેટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મંજૂર પણ કર્યું હતુ. જો કે બજેટ રજૂ થયું તે દરમિયાન સ્કૂલ ફીનો મુદ્દો છવાયેલો રહ્યો હતો. સ્કૂલ બોર્ડે રજૂ કરેલા અંદાજપત્ર મુજબ આ અંદાજપત્ર 671 કરોડનું હતું, જે પૈકી મ્યુનિસિપલ કોર્પોરેશને 666 કરોડ રૂપિયાના બજેટને મંજૂરી આપી હતી.

Ahmedabad

બજેટમાં આ વર્ષે 11 કરોડનો વધારો નોંધવામાં આવ્યો છે, પરંતુ અંદાજપત્રના કેટલાક આંકડાઓ પર નજર કરીએ તો ભારે નિરાશા ઉપજે તેવી પરિસ્થિતિ છે. કારણ કે સરકારી શાળામાં આશરે 24થી 25 ટકા વિદ્યાર્થીઓ ઘટ્યા છે અને બજેટ વર્ષ 2018-19 દરમિયાન 84 શાળાઓ બંધ થવાને આરે છે. બજેટમાં શિક્ષકોના વેતન ભથ્થામાં ચાર હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જો કે, પ્રાથમિક શાળામાં શિક્ષકોનું પ્રમાણ ઘટ્યું છે. બજેટમાં વિદ્યાર્થીઓના વિકાસ અને શૌક્ષણિક સુવિધાઓ માટે પ્રાથમિક તબક્કે 3 થી સાડા ત્રણ કરોડનું બજેટ ફાળવાયું છે.

English summary
Budget for School board managed by AMC.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.