For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુક્ત અને ન્યાયી રીતે ચૂંટણી કરાવવા પંચે સુક્ષ્મ બાબતોની રાખેલી તકેદારીમાં એક છે ચેલેન્જ વોટ

વિશ્વની સૌથી મોટી લોકશાહી હોવાનું ગૌરવ ધરાવતા આપણા દેશમાં વિધાનસભા અને લોકસભામાં લોકપ્રતિનિધિઓને ચૂંટીને મોકલવાની પ્રક્રીયા એટલી વિશાળ અને રસપ્રદ છે કે તમને સહજ આશ્ચર્ય થાય ! ચૂંટણી પંચ દ્વારા નાનામાં નાની બાબતો પ્રત્યે

|
Google Oneindia Gujarati News

વિશ્વની સૌથી મોટી લોકશાહી હોવાનું ગૌરવ ધરાવતા આપણા દેશમાં વિધાનસભા અને લોકસભામાં લોકપ્રતિનિધિઓને ચૂંટીને મોકલવાની પ્રક્રીયા એટલી વિશાળ અને રસપ્રદ છે કે તમને સહજ આશ્ચર્ય થાય ! ચૂંટણી પંચ દ્વારા નાનામાં નાની બાબતો પ્રત્યે એટલી ચોક્કસાઇ રાખવામાં આવી છે કે આપણે વિચારી પણ શકીએ નહી. એવી એક રસપ્રદ બાબત અહીં પ્રસ્તુત છે.

ELECTION

મતદાન મથક ઉપર મતદાન પ્રક્રીયા ચાલતી હોય અને કોઇ મતદારે પોતાના ક્રમ પ્રમાણે મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવે. હવે, એ દરમિયાન ચૂંટણી લડતા કોઇ ઉમેદવારને એવું લાગે કે મત આપવા આવેલી વ્યક્તિ ગટુભાઇ (કાલ્પનિક નામ) નહીં પણ જટુભાઇ (કાલ્પનિક નામ) છે. ત્યારે, શરૂ થાય છે ચેલેન્જ વોટની પ્રક્રીયા !

ચોક્કસ મતદાર હોવાનો દાવો કરતી વ્યક્તિની ઓળખને મતદા૨ એજન્ટ દ્વારા ૨ રૂપિયા (બે રૂપિયા) રોકડમાં જમા કરીને પડકારવામાં આવી શકે છે. પ્રિસાઇડિંગ ઓફિસર (ગુજરાતીમાં પીઠાધિકારી અથવા પ્રમુખ અધિકારી) સંક્ષિપ્ત તપાસ દ્વારા પડકાર પ્રત્યે નિર્ણય કરશે. જો પડકાર પ્રસ્થાપિત થઈ શક્યો ન હોય, તો પ્રિસાઇડિંગ ઓફિસરે પડકારેલ વ્યક્તિને તેનો મત આપવા દેવાની પરવાનગી આપવી પડશે. જો પડકાર પ્રસ્થાપિત થાય, તો પ્રિસાઇડિંગ ઓફિસરે પડકાર કરાયેલ વ્યક્તિને માત્ર મતદાન કરવાની ના પાડવી જોઈએ એટલું જ નહીં પરંતુ લેખિતમાં ફરિયાદ સાથે તેને પોલીસને પણ સોંપવો જોઈએ.

જ્યાં સુધી કોઈ મતદાર બોગસ મતદાર છે તે દર્શાવવા માટે અનિવાર્ય આધારો ઊભા ન થાય ત્યાં સુધી, તેને સાચા મતદાર તરીકે ગણવામાં આવશે. પ્રિસાઇડિંગ ઓફિસરે ઝડપી તપાસ દ્વારા આવા કોઈપણ કેસ નક્કી ક૨વા આવશ્યક છે.

એટલું નહીં, સંબંધિત મતદાન એજન્ટ રોકડા રૂપિયા બે જમા કરાવે નહીં ત્યાં સુધી કોઈપણ સંજોગોમાં પ્રિસાઇડિંગ ઓફિસર મતદારની ઓળખને પડકાર આપવો જોઈએ નહીં. પ્રિસાઇડિંગ ઓફિસરે નિયત ફોર્મમાં પડકારનારના નામે રસીદ જારી કરવી પડશે

પીઠાધિકારીએ પડકારવામાં આવેલા અનુમાનિત મતદારને, ખોટા નામધારણના શિક્ષાત્મક પરિણામો વિશે ચેતવણી આપવી જોઈએ. ત્યારબાદ, નિયત તપાસ પ્રક્રીયા બાદ હવે ગટુભાઇ જો જટુભાઇ નીકળે તો મતદાર બોગસ તરીકે તો તેની સામે પોલીસ કાર્યવાહી કરાશે, તુરંત પોલીસને સોંપી દેવામાં આવશે અને જો ગટુભાઇ તો ગટુભાઇ જ હોવાનું ફલિત થાયતો રૂ.૨ની ડિપોઝીટ જપ્ત થશે.

English summary
By the voter agent in the polling booth Rs. An interesting process from the deposit of 2
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X