મોદીએ ઉદ્યોગપતિઓને ફાયદો કરાવ્યો છે : મનિષ તિવારી

ગુજરાત સરકાર પર આરોપોની હારમાળ સંભાવતા મનિષ તિવારી કહ્યું હતું કે જો નરેન્દ્ર મોદી પોતાના વહિવટને લઇને સાચા હોય તો આજસુધી ગુજરાતમાં તેમને લોકાયુક્તની નિમણૂક કેમ ન કરી. નરેન્દ્ર મોદી પોતાની સરકારની પ્રશંસા કરવામાં લાગ્યાં છે. નરેન્દ્ર મોદી દ્રારા વિધાનસભાની ચુંટણીમાં વિકાસના મુદ્દે ચુંટણી લડવાની મંશાને પણ તેમને નકારી કાઢી હતી.
મનિષ તિવારીએ નરેન્દ્ર મોદી પર 11 આરોપોની યાદી જાણકારી આપતાં કહ્યું હતું કે તેમને ગુજરાતમાં તેમના ઉદ્યોગપતિ મિત્રોને લાખોનો ફાયદો પહોંચાડ્યો છે. જેના કારણે રાજ્ય સરકારને એક લાખ કરોડનું નુકસાન પહોંચ્યું છે. કોંગ્રેસ દ્રારા જાહેર કરવામાં આવેલા આરોપપત્રમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદીનો આ મૂડીવાદ વિદેશો સુધી પહોંચ્યો છે.
મનિષ તિવારીએ આરોપ લગાવ્યો હતો કે રાજ્યમાં શિક્ષણ સ્તર ખૂબ જ નીચું ગયું છે. ગ્રામીણ વિસ્તારમાં બાળકો ઇગ્લિંશનું એક વાક્ય પણ સારી રીતે વાંચી શકતા નથી ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતને વિકાસનું મોડલ ગણાવે છે.
કોંગ્રેસે નરેન્દ્ર મોદીને પૂછ્યાં કેટલાક પ્રશ્નો:
- હ્યુમન ડેવલોપમેન્ટમાં ગુજરાત આઠમા સ્થાને કેમ છે?
- ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે 27મા સ્થાને કેમ છે?
- જો ગુજરાત દેશમાં નિકાસ મોડલ છે તો ગુજરાત માથાદિઠ આવકમાં આઠમા સ્થાને અને જીડીપીમાં પાંચમા સ્થાને કેમ છે?












Click it and Unblock the Notifications
