એરાઉન્ડ ધ ગુજરાતઃ સુરતમાં બ્યુટીપાર્લરની આડમાં દેહ વ્યાપાર

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાત રાજ્યની વિવિધ ઘટનાઓ એક જ સમયે એક જ સ્થળે તમને વાંચવા મળી રહે એ માટે અમે એક અનોખો પ્રયોગ કરી રહ્યાં છીએ. આ પ્રયોગ અંતર્ગત તમને એક ફોર્મેટમાં ગુજરાત ભરમાં આજના દિવસે કઇ-કઇ ઘટના અને સમાચાર ચર્ચાનો વિષય રહ્યો તેની આછેરી માહિતી મળી રહેશે.

ગુજરાતના આજના ટોપ સમાચાર અંગે વાત કરવામા આવે તો, સુરતમાં વરાછા વિસ્તારમાં પોલીસ દ્વારા રેડ પાડીને એક લલના અને 2 વ્યક્તિઓની જાહેરમાં ચેનચાળા કરવાના ગુના સબબ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે બાતમી મળતા પોલીસ દ્વારા એક બ્યુટીપાર્લરમાં રેડ પાડવામાં આવી હતી. મહેસાણા અને બેચરાજી રોડ પર આવેલા સામેત્રા ગામ પાસે ટ્રક, સ્કોર્પિયો અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બાળક સહિત બે લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યાં છે,તો આવા જ કેટલાક સમાચાર વાંચવા માટે નીચે તસવીરો પર ક્લીક કરો.

સુરતઃ બ્યુટીપાર્લરની આડમાં દેહ વ્યાપાર

સુરતઃ બ્યુટીપાર્લરની આડમાં દેહ વ્યાપાર

સુરતમાં વરાછા વિસ્તારમાં પોલીસ દ્વારા રેડ પાડીને એક લલના અને 2 વ્યક્તિઓની જાહેરમાં ચેનચાળા કરવાના ગુના સબબ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે બાતમી મળતા પોલીસ દ્વારા એક બ્યુટીપાર્લરમાં રેડ પાડવામાં આવી હતી. પોલીસ દ્વારા બે લલના ઉપરાંત બ્યુટીપાર્લરનો માલિક સુનીલ સોનવણે, હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા હરેશ ભાઇની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

મહેસાણા-બેચરાજી હાઇવે પર અકસ્માતઃ બેના મોત

મહેસાણા-બેચરાજી હાઇવે પર અકસ્માતઃ બેના મોત

મહેસાણા અને બેચરાજી રોડ પર આવેલા સામેત્રા ગામ પાસે ટ્રક, સ્કોર્પિયો અને રીક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક બાળક સહિત બે લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યાં છે, જ્યારે પાંચ લોકોને ઇજા પહોંચી છે, ઇજાગ્રસ્તોને સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પૂરઝડપે આવી રહેલા સ્કોર્પિયો ગાડીના ચાલકે રીક્ષાને ટક્કર માર્યા બાદ આ અકસ્માત સર્જાયો હતો, જે દરમિયાન પાછળ આવી રહેલી ટ્રક ઝાડ સાથે અથડાઇ હતી, સ્કોર્પિયોના ચાલક વિરુદ્ધ મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

રાજકોટમાં ચોકીદારને બાંધી 30 લાખની લૂંટ

રાજકોટમાં ચોકીદારને બાંધી 30 લાખની લૂંટ

રાજકોટમાં માધાપર ઇન્ડસ્ટ્રીઝ રૂપમ સ્ટીલ પ્રાઇવેટ લિ. નામની ફેક્ટરીમાં ચાર લૂટારાઓએ ચોકીદારને બંધક બનાવી લોંખડના સળિયા બનાવવા માટે વપરાતી 30 લાખની કિંમતની 400 નંગ ડાઇ તેમજ ચોકીદારના પાકિટમા રહેલા 1700 રૂપિયા રોકડાની લૂંટ ચલાવી હતી. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ વિભાગ દ્વારા લૂટારાઓને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતઃ તાર પડતા યુવકનું ગળું ચીરાયુ

સુરતઃ તાર પડતા યુવકનું ગળું ચીરાયુ

સુરતના વરાછા રોડ પર બરોડા પ્રિસ્ટેજ પાસે બાઇક લઇને પસાર થઇ રહેલા કોલજના વિદ્યાર્થી ઉપર કેબલ વાયરના સપોર્ટમાં બાંધવામાં આવેલો તાર તૂટી પડતા તેનું ગળું ચીરાઇ ગયુ હતુ. જેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેના ગળાના ભાગે 60 જેટલા ટાંકા લેવામાં આવ્યા હતા.

English summary
call girl and 2 men held in surat. here top new of gujarat in photos.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.