For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું મણિનગરમાં ભટ્ટ આપી શકશે મોદીને માત!

|
Google Oneindia Gujarati News

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી આવતીકાલે 17 ડિસેમ્બરના રોજ યોજાવા જઇ રહી છે. તેવામાં બધાની નજર મોદીની બેઠક મણિનગર ઉપર ટકેલી છે. કોંગ્રેસે પૂર્વ સસ્પેન્ડેડ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટના પત્ની શ્વેતા ભટ્ટને નરેન્દ્ર મોદીની સામે મેદાને ઉતારી રાજકીય આકર્ષણ જમાવ્યું છે. જોકે ભાજપના ગઢ સમાન ગણાતી મણિનગરની બેઠક પર શ્વેતા ભટ્ટ નરેન્દ્ર મોદીની વોટબેંક પર કેટલી અસર કરે છે એ તો ચૂંટણી પરિણામમાં જ ખબર પડશે.

shweta
શ્વેતા ભટ્ટ
48 વર્ષીય શ્વેતા ભટ્ટ પૂર્વ આઇપીએસ અધિકારી સંજય ભટ્ટના પત્ની છે. તેઓ અભ્યાસમાં એલ.એલ.બી કરેલું છે. તેમણે પોતાની મિલકત 4.26 કરોડ દર્શાવી છે, જે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કરતા પણ વધારે છે. કોંગ્રેસે મણિનગરની બેઠક પર શ્વેતા ભટ્ટનું નામ જાહેર કરતા જ ગુજરાતના રાજકારણમાં વિવાદ ઉઠ્યો હતો. ભાજપે મોદીના સામે તેમના નામની જાહેરાત બાદ જણાવ્યું હતું કે સંજીવ ભટ્ટ કોંગ્રેના કહેવા પ્રમાણે ગુજરાત સરકાર વિરુદ્ધ લડી રહ્યા હતા.

નરેન્દ્ર મોદી
62 વર્ષીય નરેન્દ્ર મોદી છેલ્લી બે વખતથી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આરુઢ છે. તેમનો અભ્યાસ એમ.એ સુધીનો છે. ચૂંટણી પંચ સમક્ષ તેમણે પોતાની મિલકત 1.35 કરોડ દર્શાવી છે. મણિનગરની બેઠક પર તેમનો દબદબો છે. મણિનગરમાં ફ્લાય ઓવર બ્રિજ, બીઆરટીએસ, કાંકરીયાનો વિકાસના કારણે મણિનગરની પ્રજા નરેન્દ્ર મોદીથી સંતુષ્ટ છે. આ બેઠક પરથી નરેન્દ્ર મોદીની જીત પાક્કી છે.

મણિનગર બેઠકના ઇતિહાસ પર એક નજર
મણિનગર છેલ્લી પાંચ વિધાનસભા ચૂંટણીથી ભાજપના ખાતામાં જ બોલે છે. આ બેઠક 1980 અને 1985માં કોંગ્રેસના રામલાલ રૂપલાલના નામે હતી. પરંતુ 1990ની ચૂંટણી બાદ આ બેઠક સતત ભાજપના ખાતામાં પડી રહી છે. 1990માં ભાજપના ઉમેદવાર કમલેશભાઇ પટેલે આ બેઠક કોંગ્રેસ પાસેથી છીનવી લીધી હતી અને ત્યારબાદ તેમણે 1995, અને 1998માં પણ આ બેઠક પર પોતાનું કમળ ઝમાવ્યું રાખ્યું હતું. ત્યારબાદ 2002થી આ બેઠક પરથી નરેન્દ્ર મોદી ચૂંટાઇ આવે છે. અને ત્રીજી વખત ચોક્કસપણે જીતવાના ઇરાદે તેઓ આ બેઠક પરથી લડી રહ્યા છે.

વનઇન્ડિયા સમિક્ષા
કોંગ્રેસ દ્વારા આ બેઠક પર પાર્ટીનો કોઇ અન્ય દિગ્ગજ નેતા નહી પરંતું શ્વેતા ભટ્ટના નામની જાહેરાત કરતા જ એવું દેખાઇ આવે છે કે કોંગ્રેસ પાસે મોદીને ટક્કર આપી શકે તેઓ કોઇ ઉમેદવાર નથી માટે તેમણે આ બેઠક માટે શ્વેતા ભટ્ટના નામની પસંદગી કરી, જેથી સંજીવ ભટ્ટ અને ગુજરાત સરકારના વિવાદના કારણે સિમ્પથીથી વોટ મેળવી શકાય. પહેલી નજરે એવું લાગી આવે કે કોંગ્રેસ એ વિવાદને પગલે શ્વેતા ભટ્ટનો ઉપયોગ માત્ર કરી રહી છે.

બીજી બાજુ શ્વેતા ભટ્ટ સક્રીય રાજનીતિમાંથી આવતા નથી માટે તેઓ નરેન્દ્ર મોદીની મતબેંક પર કોઇ વધારે અસર કરી શકશે નહીં. અધુરામાં પૂરુ તેમણે જેટલી પણ રેલીઓ કરી છે તેમાં અને મીડિયા ઇન્ટર્વ્યુમાં મોદીને પડકારવાના સર્વસામાન્ય અને નબળા પાસાં રજૂ કર્યા છે જેવા કે મણિનગર વિસ્તારમાં રસ્તા સરખા નથી, ગટર નથી, આરોગ્ય જેવી સુવિધાની અછત છે.

તેઓ જણાવતા આવ્યા છે કે 'આ સત્યની લડાઇ છે અને મારી લડાઇ છે.' તેમણે એક ખાનગી સમાચાર ચેનલને જણાવ્યું હતું કે 'મારા પતિ સાથે થયેલા અન્યાયના પગલે મેં રાજનીતિમાં જોડાવાનું નક્કી કર્યું છે.' સામાન્યરીતે જનતાના પ્રશ્નો અને તેમની હાલાકી થકી ઉમેદવારની લડાઇ હોવી જોઇએ, જેવી છટા શ્વેતા ભટ્ટમાં દેખાઇ રહી નથી, માટે તેઓ માત્ર કટ્ટર કોંગ્રેસી અને મહીલા વોટ પોતાની તરફ ખેંચી શકશે પરંતુ તેમના માટે જીત મેળવવી મુશ્કેલ છે. જ્યારે બીજીબાજું નરેન્દ્ર મોદીની પકડ ગુજરાત પર વધી રહી છે, તેમની દીર્ઘદ્રષ્ટી હવે દિલ્હી તરફ છે.

English summary
Can Shweta Bhatt defeat to Narendra Modi in Maninagar?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X