અમદાવાદમાં અકસ્માત થતા કોંગ્રેસ ધારાસભ્યના ભત્રીજા સહિત 3નું મોત

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

બુધવારે ભાડજ સર્કલ પાસે અકસ્માત થયો હતો. જેમાં એક કાર ડમ્પર સાથે અથડાઈ હતી અને કાર અથડાયા બાદ કારમાં આગ લાગી ગઈ હતી અને કારનું સેન્ટર લોક થઈ જતા કારમા સવાર પાંચ યુવાનો કારમાંથી બહાર નીકળી શક્યા નહોતા અને કારમાં જ ભડથું થઈ ગયા હતા. ભાડજ સર્કલ પાસે ફોક્સવેગન કારને આ અકસ્માત નડ્યો. અકસ્માત બાદ કારમાં આગ ફાટી નીકળી. આગમાં 3 યુવકો જીવતા સળગી જતા તેમનું મોત નિપજ્યું જ્યારે 2 યુવકો ગંભીર રીતે દાઝ્યા હતાં. કારમાં સવાર તમામ યુવકો અમદાવાદના રહીશ હતાં. અકસ્માતની જાણ થતા મહેસૂલ મંત્રી કૌશિલ પટેલ સોલા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતાં.

bhadaj

આગની જાણ થતા જ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ બુઝાવીને મૃતકોને બહાર કાઢ્યા હતા. મૃતકોની ઓળખ રાહુલ બારડ અને રોમિલ પટવા અને દેરીયા પટેલ તરીકે થઈ છે જ્યારે ઈજાગ્રસ્તોમાં મોહનસિંહ અને પાર્થ પિપાવતનો સમાવેશ થાય છે. મૃતક રાહુલ બારડ કોંગ્રેસના ભૂતપૂર્વ એમએલએ જશુભાઇ બારડનો ભત્રીજો હોવાનું જણાવાઈ રહ્યું છે. અત્રે જણાવવાનું કે અકસ્માતમાં મૃત્યુ પામેલામાં ધૈર્ય પટેલ પણ સામેલ છે જે મહેસૂલ મંત્રી કૌશિક પટેલનો સંબંધી છે. પરિવારને સાંત્વના પાઠવવા કૌશિક પટેલ સિવિલ પહોંચ્યા હતાં. જોકે યુવાનો જે કારમાં સવાર હતા તે કાર ફોક્સવેગન હતી કે વેગન આર તે અંગે ચર્ચા થઈ રહી છે પરંતુ પ્રત્યક્ષ દર્શીઓ જણાવી રહ્યા છે કે આ કાર ફોક્સવેગનની હતી.

English summary
Car burnt after accident 3 death, 2 injured in Ahmadabad. Read more on it here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.