સફાઇ અભિયાન દરમિયાન ગુજરાતની શાળામાંથી મળ્યો ખજાનો
અમદાવાદ, 3 ફેબ્રુઆરી: ગુજરાતની એક શાળાના લોકરમાંથી આજે કરોડોની સંપતિ મળી આવી છે. અમદાવાદ નજીક આવેલા ચાંદખેડા વિસ્તારમાં આવેલા ઓએનજીસીના પ્રાંગણમાં આવેલી કેન્દ્રીય વિદ્યાલયના બંધ લોકરમાંથી એક કરોડ રૂપિયાની રોકડ રકમ અને 59 લાખ રૂપિયાના સોનાના છડા મળી આવ્યા છે.

એક બેગમાંથી એક કરોડ રૂપિયા રોકડા અને બીજી બેગમાંથી 100-100 ગ્રામની 21 સોનાના છડા મળ્યા. આ બેગ પર કોઇ પોતાનો દાવો નથી કરી રહ્યું. એવામાં શાળાના પ્રિંસિપાલે પોલીસને આ વાતની જાણકારી આપી. પોલીસે આ બંને બેગોને જપ્ત કરી લીધી છે. તેમાંથી લગભગ 1.59 કરોડ રૂપિયાની સંપતિ છે. પોલીસની પાસે આ વાતનો કોઇ રેકોર્ડ નથી કે કયું લોકર કયા કર્મચારીને ફાળવવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય અનુસાર છેલ્લા બે વર્ષથી આ લોકરો ઉપયોગમાં ન્હોતા આવતા.












Click it and Unblock the Notifications
