સીબીઆઇ સીતષ વર્માની યોગ્ય મદદ લેતી નથી : મુકુલ સિંહા

ગુજરાત હાઇ કોર્ટ દ્વારા આ કેસની તપાસ ચલાવતી સીબીઆઈને બે માસનું એક્ષ્ટેન્શન આપવા સાથે ગુજરાત પોલીસ તંત્રના સિનીયર આઈ.જી. કક્ષાના સતીષ વર્માને પણ આ તપાસમાં સીબીઆઈની મદદ કરવા માટેની મુદ્દતમાં બે માસનો વધારો કર્યાની બાબત જાણીતી છે.
કહેવામાં આવે છે કે ઈશરત જહાં નકલી એન્કાઉન્ટરમાં જે ચાર લોકો અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચ હસ્તે ઠાર મરાયા તે પૈકીના જાવેદ ઉર્ફે પ્રણેશ પીલ્લઈના પિતા દ્વારા રોકાયેલ એડવોકેટ મુકુલ સિંહાએ હાઈકોર્ટને ફરિયાદ કરી છે કે, ઈશરત મામલામાં 'સીટ'ના સભ્ય તરીકે ખૂબજ સુંદર રીતે તપાસ કરી મૂળ સુધી પહોંચનારા સતિષ વર્માની સીબીઆઈ એ મદદ લીધી છે પણ તેમનો ઉપયોગ સરખી રીતે ન કરવામાં આવતો હોવાનું જણાય છે.
આ સામે હાઈકોર્ટે એડવોકેટ મુકુલ સિંહાની ફરિયાદના જવાબમાં એવું જણાવ્યું હતું કે, આપણે સતીષ વર્માનો ઉપયોગ સીબીઆઈ એ કઈ રીતે કરવો તે સીબીઆઈ પર જ છોડી દઈએ. આનો અર્થ એ થાય કે, સીબીઆઈને સતીષ વર્માનો ઉપયોગ ચોક્કસ રીતે કરવો તે માટે માર્ગદર્શન આપવાને બદલે સીબીઆઈને યોગ્ય લાગે તે રીતે તેની મદદની જે રીતે જરૂર હોય તે રીતે મદદ લઇ શકે છે.
ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં આ અગાઉ પણ સીટ દ્વારા રાજીવ રંજન વર્મા, મોહન ઝા અને સતિષ વર્માની બનેલ ટીમ દ્વારા તપાસ પૂર્ણ કરી અને હાઈકોર્ટમાં એન્કાઉન્ટર નકલી હોવાના મતલબનો રીપોર્ટ આપ્યો હતો. આગળની કાર્યવાહીઓ કરવા માટે 'સીટે' સીબીઆઈ કે અન્ય એજન્સીઓને કાર્યવાહી સોંપવા માટે સૂચન કર્યું હતું. તે સમયે સતીષ વર્મા સિવાયના સીટના અન્ય બે સભ્ય એ આગળની તપાસમાં સામેલ થવા અસહમતી દર્શાવી હતી.
હાઈકોર્ટે આ તપાસ સીબીઆઈને સોંપી હતી. સીબીઆઈ દ્વારા આ તપાસમાં વિલંબ કરવા સાથે તપાસ જોઈએ તે રીતે ચાલતી હોવાનું હાઈકોર્ટના ધ્યાને આવતા સીબીઆઈને 'ઠપકો' આપવા સાથે પ્રોગ્રેસ રીપોર્ટ રજૂ કરવા સાથે મોનીટરીંગ પણ હાઈકોર્ટ દ્વારા સંભાળી લેવાયું છે.












Click it and Unblock the Notifications
