For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિત શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસે, ચૂંટણી પહેલા વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરશે

ગુજરાતમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તેમ તેમ રાષ્ટ્રીય નેતાઓની અવરજવરનું પ્રમાણ ગુજરાતમાં વધતુ જઇ રહ્યુ છે. કેન્દ્રીય ગૃહ અને સહકારી મત્રી અમિત શાહ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે. 28 મે. ના રોજ મહાત્મા મ

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તેમ તેમ રાષ્ટ્રીય નેતાઓની અવરજવરનું પ્રમાણ ગુજરાતમાં વધતુ જઇ રહ્યુ છે. કેન્દ્રીય ગૃહ અને સહકારી મત્રી અમિત શાહ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે. 28 મે. ના રોજ મહાત્મા મંદિર ખાતે યોજનાર સહકારી સમેલનમાં પ્રધાનમત્રી સાથે હાજરી આપશે તો 29 મે ના રોજ પોલીસ કર્મચારીઓ માટે બનવામાં આવેલા આવાશનું લોકાર્પણ તેમના દ્વારા કરવામાં આવશે.

AMIT SHAH

કેન્દ્રીય ગૃહમંત્રીના અમિત શાહના પ્રવાસ અંગે માહિતી આપતા ગૃહરાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, ખેડા જીલ્લાના નડિયાદ ખાતેથી રાજ્યના પોલીસ વિભાગ માટે ગુજરાત પોલીસ હાઉસીંગ કોર્પોરેશન દ્વારા બાંધવામાં આવેલ કુલ-૫૭ નવનિર્મિત રહેણાંક અને બિન રહેણાંક મકાનોના લોકાર્પણ કરાશે. આ ઉપરાંત એજ દિવસે અમદાવાદના મણીનગર ખાતે દુનિયાના વિકસીત દેશોમાં જે સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ છે તેવું અદભૂત અધ્યતન ટેક્નોલોજીથી યુક્ત નિર્માણ થનાર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષનું ખાત મુર્હુત પણ કરવામાં આવનાર છે.

સૌરાષ્ટ્ર વિસ્તારના નાગરિકોને સુવિધા પુરી પાડવા રાજકોટ ખાતે અધ્યતન ટેક્નોલોજીથી સજ્જ નવુ સાયબર ક્રાઇમ યુનિટ ઉભુ કરાયુ છે. જેમાં ઇન્ટોગ્રેશન રૂમમાં વિડીયો કેમેરા સાથે ઓડિયો થેરાપી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઇ છે.
મંત્રી સંઘવીએ ઉમેર્યુ કે, કેન્દ્રીય ગૃહ મંત્રીના વરદ હસ્તે ખેડા સહિત રાજ્યના અન્ય ૨૫ જીલ્લાઓ ખાતે તૈયાર થયેલ પોલીસ વિભાગના મકાનોનું ઇ-લોકાર્પણ કરવામાં આવશે. આ તમામ જીલ્લાઓના મુખ્ય મથક ખાતે પણ લોકાર્પણ પ્રસંગે કાર્યક્રમો યોજવામાં આવશે જેમાં સંબંધિત જીલ્લાના પ્રભારી મંત્રી અને સ્થાનિક આગેવાનો અને અધિકારીઓ/પદાધિકારીઓ પણ હાજર રહેશે.

સંઘવીએ ઉમેર્યુ કે, પોલીસ આવાસ નિગમ દ્વારા સ્થાપનાથી અત્યાર સુધીમાં ૪૮,૬૫૦ જેટલા વિવિધ કક્ષાના રહેણાંક મકાનોનું બાંધકામ રૂા. ૪૪૪૩.૮૧ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત આવાસ નિગમ દ્વારા બિનરહેણાંકના મકાનો જેવા કે, પોલીસ સ્ટેશન, આઉટપોસ્ટ,

ચેકપોસ્ટ,એસ.પી. ઓફિસ, બેરેક, જેલ, એમ.ટી. સેકશન વગેરેના બાંધકામની પણ કામગીરી હાથ ધરવામાં આવે છે. આવાસ નિગમ દ્વારા અત્યાર સુધીમાં ૩૭૪૬૩ જેટલા વિવિધ પ્રકારના રહેણાંક મકાનોનું બાંધકામ રૂા.૨૨૪૧ કરોડના ખર્ચે તથા ૧૫૪૮ જેટલા વિવિધ પ્રકારના બિનરહેણાંક મકાનોનું બાંધકામ રૂા.૧૭૪૭ કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવેલ છે.

હર્ષ સંધવીએ ઉમેર્યુ કે, પોલીસ આવાસ નિગમ દ્વારા નાણાંકીય વર્ષ ૨૦૧૪-૧૫ થી વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન કુલ-૧૧૭૪૪ રહેણાંકના મકાનો રૂા.૧૧૭૮.૨૪ કરોડના ખર્ચે તેમજ બિનરહેણાંકના કુલ-૨૧૨૪ મકાનો કુલ રૂા.૧૨૪૫.૮૪ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ છે.

આ સાથે અમદવાદ ખાતે અમિત શાહ દ્વારા સ્પોર્ટ્સ સંકુલનું ખાત મુહૂર્ત કરશે. સ્પોર્ટસ સંકુલનું બનવાથી ગુજરાતના યુવાનો જે રમત ગમત ક્ષેત્રે કારર્કિદી બનવામાં માગ છે તેમના મોટી તક ગુજરાતમાં ઉભી થશે. તેમ ગૃહમંત્રી હર્ષ સંધવીએ જણાવ્યુ હતુ .

English summary
Center minister amit shah will two day visit in gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X